વડોદરાના મકરપુરા વિસ્તારમાં ઇન્કમ ટેક્સ ઓફિસરને છોડી રાત્રીના પરત જતો આણંદનો કાર ચાલક જાંબુઆ ચોકડી પાસે લઘુશંકાએ ઉભો હતો. તે દરમિયાન ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને યુવકને હાથ,પગ પકડી મોઢુ દવાબી દીધા બાદ રૂપિયાની માગણી કરતા હતા. યુવકે રૂપિયા નહી આપતા લાકડીના ફટકા મારી તેના ખિસ્સામાંથી મોબાઇલ તથા પર્સ લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આણંદ જિલ્લાના જિટોડીયા ગામની બાજુમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીની કવાટર્સમાં રહેતો ગૌતમકુમાર રતિલા ચૌહાણ આણંદ ખાતે એ જી ટ્રાવેલ્સમાં નોકરી છે. 16 માર્ચના રોજ યુવક કારમાં નડિયાદથી ઇન્કમ ટેક્સ ઓફિસરને લઇને વડોદરા આવ્યો હતો અને ચકલી સર્કલ તેમન છોડી અને ઓફિસરને મકરપુરા એરફોર્સ પાછળ ઉતારીને શનિવારે રાત્રીના સમયે સુરત અમદાવા હાઇવે પર નીકળ્યો હતો અને જાંબુઆ ચોકડી પાસે દુમાડ ચોકડી તરફના રોડ પર સાઇડમાં કાર્ પાર્ક કરીને લઘુશંકા માટે ઉભો રહ્યો હતો. તે દરમિયાન અચાનક ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. જેમાંથી એકે તેના હાથ, બીજા હાથ તથા ત્રીજાએ મોઢુ દબાવી દબાવી દીધુ હતુ અને તેની પાસે રૂપિયાની માગણી કરવા લાગ્યા હતા. પરંતુ મારા પાસે 100 રૂપિયા હોવાનુ કહેત તેઓ મારી વધારે રૂપિયા માગ લાકડીના ડંડા વડે ફટકા મારવા લાગ્યા હતા અને એક ફટકો માથામાં મારતા યુવક આંખો બંધ થઇ ગઇ હતી. જેથી ત્રણ જણા યુવકના ખિસ્સામાં મોબાઇલ તથા પાકીટ લઇને અંધારામાં ફરાર થઇ ગયા હતા યુવક ભાનમાં 10 ફુટ જેટલી ગાડી ચલાવી આગળ વધવાની હિંમત કરી હતી ત્યારે પોલીસની ગાડી આવતા યુવકે તેમને હાથ બતાવી પોલીસ કર્મીઓ તેની પાસે આવ્યા હતા અને તેને સારવાર માટે એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેથી યુવકે લૂંટ કરનાર ત્રણ લુટારુ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.