Vadodara

વડોદરાની ઇ બાઈક બનાવતી વોર્ડ વિઝાર્ડ કંપનીમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્વે

વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપની ખાતે બુધવારે સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કંપની જોય બ્રાન્ડના નામે ઇ બાઈક બનાવે છે. બેટરી સંચાલિત ઇ બાઇક બનાવતી વડોદરાની કંપની વોર્ડ વિઝાર્ડ ખાતે આજે સવારથી આયકર વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત કંપનીના સીએમડી ના નિવાસસ્થાને પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપની જોય બ્રાન્ડના નામે ઇ બાઈક બનાવે છે. આ કંપનીના માલિક યતીન ગુપ્તે છે. અને કંપની દ્વારા શહેરમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મેરેથોન, ગરબા મહોત્સવ સહિતની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવે છે. આ કંપની ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ મહેમાન બની ચૂક્યા છે. હાલ અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે.

Most Popular

To Top