વડોદરા: વડોદરામાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના સલાટવાડા વિસ્તારમાં રોડ લાઈન અને ફૂટપાથ પર ખડકી દેવાયેલી એક કાર એસેસરીઝની દુકાનને તોડીને દૂર કરવામાં આવી છે.
માહિતી મુજબ, દુકાનના સંચાલકને તંત્ર દ્વારા અગાઉ અનેક વખત નોટિસ આપી ચેતવણી આપવામાં આવી હતી. છતાં દુકાન ફૂટપાથ અને રોડ લાઈન પર ચાલુ રાખવામાં આવી હતી, જેથી સામાન્ય રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર વખતે મુશ્કેલી થતી હતી.

આ મામલે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ તેમજ દબાણ હટાવ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. દુકાન ફૂટપાથ અને જાહેર માર્ગ પર બંધાવાયેલ હોવાનું પકડાતાં આખું ગેરકાયદેસર દબાણ તોડીને હટાવવામાં આવ્યું છે.