બંગલે કામ પર જવાનું કહીને ઘરે નીકળ્યા બાદ પરત ફરી જ નહી
વડોદરાના સમા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ઘરમાં ફોઇને બંગલે કામ પર જવાનું કહીને ઘરે નીકળી હતી. સાંજ સુધી પરત નહી આવતા પરિવાર દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ હતી પરંતુ તેનો કોઇપતો નહી લગાતા તેના પિતાએ સગીરાનુ અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ છોટાઉદેપુર જિલ્લાના 17 વર્ષીય સગીરા પોતાના ગામમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ વડોદરાના સમા વિસ્તારમાં રહેતા તેમના ફોઇના ઘરે છેલ્લા રહેવા માટે આવી હતી. સગીરા ફોઇ સાથે બંગલાનું ઘરકામ કરતી હતી. દરમિયાન 16 ફેબ્રુઆરીના રોજ સગીરાના ઘરમાં તેના ફોઇને બંગલે કામ પર જાઉ છું તેમ કહી ઘરેથી નીકળી હતી. ફોઇ પણ પોતાના કામ પતાવીને સાંજના સમયે ઘરે પરત આવી ગયા હતા. પરંતુ સગીર વયની ભત્રીજી મોડી સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી. જેથી ફોઇ સહિતના તેમના પરિવાર સભ્યો દ્વારા આસપાસના વિસ્તારમાં તથા જે બંગલે કામ કરવા માટે ગઇ હતી. ત્યા તપાસ કરાવી હતી. પરંતુ તેણી મળી આવી ન હતી. જેથી ફોઇએ તેમના છોટાઉદેપુર ખાતે રહેતા તેમના ભાઇને ફોન કરી કહ્યુ હતુ કે તમારી પુત્રી બંગલે કામ પર જવાનું કહીને ઘરેથી ગયા બાદ પરત આવી નથી. જેથી તેણી ત્યાં તો આવી નથીને તેવુ ફોન કરીને પુછ્યું હતું. જેથી તેના પિઆએ પણ ગામમાં સગા સબંધીઓતતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ સગીરાનો કોઇ અતોપતો લાગ્યો ન હતો. જેથી સગીરાના પિતાએ વડોદરા દોડી આવ્યા હતા અને સમા પોલીસ સ્ટેશનમાં દીકરીનું કોઇ શખ્સ દ્વારા અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.