Vadodara

વડોદરાના વિકાસ માટે મહત્વની બેઠક : શહેરના પાંચ હોદ્દેદારો આજે CM સાથે ચર્ચા કરશે


વડોદરા મહાનગર પાલિકાના પાંચ હોદ્દેદારો આજે ગાંધીનગર જવાની તૈયારીમાં છે. બપોરે ત્રણ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાશે, જેમાં શહેરના વિકાસકામોની સમીક્ષા અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા થશે. આ બેઠકમાં વડોદરાના મેયર, ડે મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલ ઉપસ્થિત રહેશે.

અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરમાં અત્યાર સુધી થયેલા અને બાકી રહેલા કામોની યાદી માગી હતી. આજે યોજાનારી બેઠકમાં તે યાદીના આધારે વડોદરા માટે વધુ ગ્રાન્ટ ફાળવવાની શક્યતા છે. આ બેઠકમાં અત્યાર સુધીના વિકાસકામોની સ્થિતિની સમીક્ષા થશે. આગામી સમયમાં કેટલા નવા પ્રોજેક્ટ જરૂરી છે તેની ચર્ચા થશે. સાથે જ શહેરના બાકી રહેલા પ્રોજેક્ટ માટે નવી ગ્રાન્ટ ફાળવાશે.

Most Popular

To Top