Vadodara

વડોદરાના રાજમહેલ રોડ પર ટ્રાફિકજામ, બે 108 એમ્બ્યુલન્સ ફસાઈ

ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની ગેરહાજરી જોવા મળી :

ભરચક ગિર્દી ધરાવતા વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ અને ખડકાયેલા દબાણોથી ટ્રાફિકની સમસ્યા યથાવત :

( પ્રતિનિધી )વડોદરા,તા.24

વડોદરા શહેરના કેટલાક ભરચક ગીર્દી ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી છે. ત્યારે, દંડ ઉઘરાવવામાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની ગેરહાજરીથી રાજમહેલ રોડ પર બે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકજામમાં અટવાઈ હતી.

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ટ્રાફિકજામમાં એક નહીં બબ્બે 108 એમ્બ્યુલ્સ ફસાઈ હતી. જેને તેના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. જ્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની આ રોડ પર ગેરહાજરી જોવા મળી હતી. નોંધનીય છે કે, વડોદરા શહેરના ભરચક ગીર્દી ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે. તેવામાં શનિવારે રાત્રે રાજમહેલ રોડ ઉપરથી પસાર થઈ રહેલી દર્દીને લઈને જતી બે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. જ્યારે બીજી તરફ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની આ માર્ગ ઉપર ગેરહાજરી જોવા મળી હતી. શહેરના આવા ભરચક વિસ્તારોમાં આજે પણ દુકાનો રેસ્ટોરન્ટ બહાર પાર્કિંગની સમસ્યા ઉદભવી છે. આડેધડ કરવામાં આવતા વાહનોના પાર્કિંગના કારણે અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી છે. જેના કારણે જરૂરી કામ અર્થે જતા લોકોની સાથે ઇમર્જન્સી વાહનો પણ આવા ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે.

Most Popular

To Top