Vadodara

વડોદરાના પરિવારની કાર ઇડર હાઇવે પર પલટી જતા બેના મોત, 4 ઘવાયા

ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયાં

પરિવાર અંબાજી દર્શન કરવા માટે જઇ રહ્યો ત્યારે સાપાવાડા પાસે અકસ્માત નડ્યો

વડોદરા: વડોદરામાં રહેતો પરિવાર કારમાં અંબાજી દર્શન કરવા માટે જતો હતો તે દરમિયાન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇડર સ્ટેટ હાઈવે પર સાપાવાડા પાસે શનિવારે બપોરના સમયે કાર પલટી ખાઇ જતા પરિવારમાં બે સભ્યોના મોત નિપજ્યા હતા. જ્યારે બે બાળકો સહિતના લોકોન ગંભીર ઇજાઓ સાથે 108 એમ્બ્યુલન્સમાં ઇડર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાંથી બે બાળકો સહિત ચાર લોકોને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં અને ત્યાંથી બે ગંભીરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇડર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વડોદારના કિશનવાડી વિસ્તારમાં રહેતા પતિ-પત્ની બે બાળકો સહિત 6 જણા તેની GJ-06-PD-0505 નંબરની કારમાં  અંબાજી દર્શન કરવા જઇ રહ્યા હતા. તે દરમિયાન શનિવારે બપોરના સમયે હિંમતનગરથી ઇડર રોડ પર આવેલા સાપાવાડા પાસે અચાનક ચાલકે કારના સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કારમાં સવાર છ જણા કારમાંથી બહાર ફંગોળાઇ ગયા હતા અને રોડ પર ધડાકાભેર પટકાયા હતા. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસમાંથી દોડી આવેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ અને ઇડર પોલીસને જાણ કરાતા પોલીસ અને 108ની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પરંતુ રોડ પર જોરથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા મહિલા અને પુરુષનું ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકો સહિત ચાર જણાને ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બે બાળકો સાથે અન્ય બે જણાને ગંભીર ઈજાને ઇડર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. અકસ્માતના બનાવને લઈને ઇડર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

– ઈજાગ્રસ્તો નામ

1.દીપેનભાઈ ઘનશ્યામભાઈ પંડ્યા (ઉં.વ.40 વડોદરા)

2.તનિષ્ક દીપેનભાઈ પંડ્યા (ઉં.વ.6 વડોદરા)

3.પ્રહરન સતીશભાઈ સોલંકી (ઉં.વ.3, વડોદરા)

 4.પ્રતિક્ષાબેન સતીશભાઈ સોલંકી (ઉં.વ.40 વડોદરા)

Most Popular

To Top