વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગુરુવારની મોડી રાતે બે કોમના જૂથ વચ્ચે ભારે પથ્થરમારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં ભગવાન રામ વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને લેવાય બાદ પોલીસ સ્ટેશન નજીક જ પથ્થરમારો થયો હતો.
વડોદરાના રાજમહેલ રોડ ઉપર મોબાઈલ શોપ ધરાવતા જતીન પટેલ નામના યુવક પોતાના મોબાઈલ શોપની એસેસરીઝની સ્કીમ માટે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કરી રહ્યા હતા. તેઓ જયારે પણ કોઈ લાઈવ કરે છે ત્યારે તેની શરૂઆત જય શ્રી રામથી કરે છે.
આ લાઈવમાં પણ તેઓએ જય શ્રી રામ કહેતા એક શહીદ નામના યુવકે અભદ્ર કોમેન્ટ કરી હતી. ભગવાન રામ વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરાતા આ અંગેની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન આ યુવક પાદરાનો હોવાનું જાણવા
મળ્યું હતું. નવાપુરા પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી. દરમિયાન નવાપુરા પોલીસ મથકની બહાર લોકોની ભીડ જમા થઇ હતી. અને નારેબાજી ચાલી હતી. બીજી તરફથી અચાનક પથ્થર આવવાના શરુ થઇ ગયા હતા. પોલીસ મથક નજીક જ
ભારે પથ્થરમારો જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા જ ડીસીપી લીના પાટીલ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. અને ટોળું વિખેર્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર રાત્રી દરમિયાન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
વડોદરાના નવાપુરામાં મોડી રાતે બે જૂથ વચ્ચે પથ્થરમારો
By
Posted on