ઔદ્યોગિક એકમોમાંથી રાત્રી દરમિયાન ફેલાતું પ્રદૂષણ
GPCBનો ફોન સતત રણકતો રહ્યો, પણ કોઈએ ફોન ઉપાડવાની તસ્દી પણ ના લીધી
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થતા હોવાની ફરિયાદ ઉઠી છે. નવાયાર્ડ છાણી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી લોકોને મુશ્કેલી પડી રહી છે. આ અંગે જીપીસીબીનો ફોન માત્ર રણકતો રહ્યો પણ કોઈએ ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી નથી. ત્યારે પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
શહેર નજીક આવેલ ઔદ્યોગિક એકમોમાંથી રાત્રી દરમિયાન સ્વાસ્થ્યને હાનિકારક ગેસ છોડવામાં આવી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસ ઉપરાંત થી નવા યાર્ડ અને છાણી વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમ જ આંખોમાં પણ બળતરા થઈ રહ્યા છે આ અંગે સાત માર્ચના રોજ જીપીસીબીને ઓપચારિક ફરિયાદ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ જીપીસીબી ઓફિસમાં કોઈએ ફોન ઉપાડ્યો નથી જ્યારે આજે પણ આ પરિસ્થિતિ યથાવત રહેતા જીપીસીબીની બે જવાબદારી ક્ષતિ થઈ છે. ત્યારે પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ વોર્ડ 1 ના કાઉન્સિલર અને પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે કરી છે. પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ જ પ્રદૂષણની માત્રા હોય છે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય આંખોમાં બળતરા થાય તે રીતના ગેસ ની સુગંધ દુર્ગંધ આવી રહી છે છે સાત તારીખે અમે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ફરિયાદમાં લેન્ડલાઈન પર કોઈ ફોન ના ઉપાડ્યો રિજનલ ઓફિસર ( આરએમઓ ) મહિઢાને અનેક વખત ફોન કર્યા એમને પણ ફોન ના ઉપાડ્યો છેલ્લે અમે એમને પણ મેસેજ છોડ્યો હતો આજે પણ ફરી એ જ પરિસ્થિતિ છે અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છે. છાણી નવાયાર્ડ વિસ્તારમાં જે ગેસ છે એના કારણે આંખો બળે છે આજે પણ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના ઓફિસરને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી તેમણે રિસ્પોન્સ આપ્યો નથી મેસેજ છોડ્યો હતો ત્યાંના વોચમેન મારફતે પરમ દિવસ સુધી એમનો જવાબ આવ્યો નથી વડોદરા શહેરના નાગરિકોને દરેક વર્ષે ઉનાળાની જ્યારે શરૂઆત થાય ત્યારે પ્રદૂષણનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે એક બાજુ એર પોલ્યુશનને ઘટાડવાની વાતો કરતા હોય છે કે ઇન એર માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે પણ દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય છે અને ઈન્ડસ્ટ્રીઝ બેફામ બનીને જે રીતે રાતના સમયે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટા આંકડા આવશે અને વડોદરા શહેરમાં દૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પ્રદૂષણ ફેલાવે છે તેવી કંપનીઓ વિરુદ્ધ કડક થાય તેવી અમારી માંગણી છે.