ગોત્રી જનરલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધા જ નથી તો સરકાર આટલું ભંડોળ આપે છે તેનો ઉપયોગ શેના માટે કરાય છે?
વડોદરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ છતાં આરોગ્ય સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

ગોત્રી જનરલ હોસ્પિટલમાં દર્દીઓ નિચે જમીન પર સુવા મજબુર છે. ગોત્રી જનરલ હોસ્પિટલમાં ઘણા વોર્ડમાં દર્દીઓ માટે પલંગ ગાદલા ઉપલબ્ધ નથી અને તેઓને જમીન પર સૂવડાવી સારવાર આપવામાં આવી રહી છે બીજી તરફ નર્સિંગ સ્ટાફના આરામ માટે કેટલાક રૂમ ખાલી જોવા મળે છે જ્યાં પલંગ ગાદલા ની વ્યવસ્થા છે. એક તરફ સરકાર સરકારી હોસ્પિટલોને દર્દીઓની સારવાર અને સુવિધા માટે દવાઓ, મેડિકલ સાધનો સહિત પલંગ, ગાદલા,સ્ટ્રેચર, વ્હિલચેર સહિતના સાધનો માટે ભંડોળ આપે છે પરંતુ બીજી તરફ દર્દીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવતી નથી. ત્યારે સમગ્ર મામલે સામાજીક કાર્યકર દ્વારા વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોવાના અને સમગ્ર મામલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતુ.