- નશાની હાલતમાં ચાલકે એક્ટિવા નું કચ્ચરઘાણ બોલાવી વાન રેસ્ટોરન્ટના કાચ તોડી ઘુસાડી દીધી
- હોટલ બહાર બેઠેલા દંપતીનો આબાદ બચાવ
- પિક અપ વાન હોટલના સામે જ આવેલી ટ્રાન્સપોર્ટ – કુરિયર સર્વિસની હતી
- પોલીસે વાન ચાલકની અટકાયત કરી
શહેરના ગેંડા સર્કલ નજીક એક પીકઅપ વાન ચાલકે પોતાની પીક અપ વાન ને એક હોટલમાં ઘુસાડી દેતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. નશાની હાલતમાં ચાલકે પોતાની પીક અપ વાન ઉપર કાબુ ગુમાવ્યો હતો અને તે રેસ્ટોરન્ટના કાચ તોડી અંદર ઘૂસી ગઈ હતી. શહેરના ગેંડા સર્કલ નજીક આવેલી લિટલ ભારત રેસ્ટોરન્ટમાં ગુરુવારની મોડી રાતે અચાનક એક વાન ઘૂસી ગઈ હતી.
હોટલની સામે જ આવેલા ટ્રાન્સપોર્ટ અને કુરિયર સર્વિસની પિક અપ વાનના કેટલાક ચાલકો નશાની હાલતમાં હતા અને તેઓએ પુર પાટ વેગે આ પીકઅપને ચલાવી રેસ્ટોરન્ટના કાચ તોડી અંદર ઘુસાડી દીધી હતી રેસ્ટોરન્ટની બહાર પડેલા એક activa સ્કૂટરને પણ લઈ તેનું કચ્ચરઘાણ બોલાવી દીધું હતું. જે ચાલક પીકઅપ વાન ચલાવતો હતો તેને ગાડી ચલાવતા ન આવડતી હોવાના પણ આક્ષેપ રેસ્ટોરન્ટના માલિક દ્વારા કરવામાં આવ્યા હતા અવારનવાર આ લોકો નશાની હાલતમાં ગાડી પુરપાટ ચલાવતા હોવાના આક્ષેપો કરાયા હતા સદ્નસીબે રેસ્ટોરન્ટના માલિક દંપત્તિ અન્ય જગ્યાએ બેઠા હોવાથી તેઓનો આબાદ બચાવ થયો હતો રેસ્ટોરન્ટમાં પણ કોઈ ગ્રાહક ના હોવાના કારણે કોઈ જાનહાની નોંધાઈ ન હતી રેસ્ટોરન્ટના માલિકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પીકઅપમાં સવાર બે ઈસમોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અવારનવાર હીટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી છે. નશાની હાલતમાં ચાલકો પૂરપાટ વાગે વાહન ચલાવી અન્યનો જીવ જોખમમાં મૂકી દે છે ત્યારે આવા ચાલકો સામે પોલીસ દ્વારા કડક રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.