વહેલીસવારે મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર
પોલીસ દ્વારા તપાસ માટે એફએસએલની મદદ લેવાઇ, મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો
પ્રતિનિધિ વડોદરા તા.8
કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે ફ્રુટની લારી ચલાવતા યુવકની ચાકુના ઘા ઝિંકીને કરપીણ હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વહેલીસવારે 23 વર્ષીય યુવકને હત્યા કરાતા લોકટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત ડીસીપી ઝોન 4 પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે સયાજીમાં ખસેડાયો છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. જોકે કયા કારણોસર હત્યા કરાઇ તેનું રહસ્ય અકબંધ રહ્યુ છે.
શહેરમાં અસામાજિક તત્વો જાણે પોલીસનો કૌફ રહ્યો ન હોય તે બેફામ બની તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા હોય છે. કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે બુધવારે વહેલીસવારે ફ્રુટની લારી ચલાવતા 23 વર્ષીય નાઝીમ પઠાણના નામના યુવકને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવક પર ઉપરાં છાપરા ઘા માર્યા હોવાથી યુવક લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડ્યો હતો. જોકે ઘટના પગલે સ્થળ લોકટોળા જામ્યા હતા. કારલીબાગ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ડીસીપી પન્ના મોમાયા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે યુવકની કયા કરણો હત્યા કરાઇ તેની રહ્યસ અકબંધ રહેવા પામ્યું છે. યુવકના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધાર યુવકની હત્યા કરનાર હત્યારાઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા તપાસ માટે એફએસએલની પણ મદદ લેવાઇ છે.
