આજવા રોડ પર એકતાનગરમાં લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીશા વગાડવા મુદ્દે બુધવારે રાતે બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા અને ભારે પથ્થર મારો કર્યો હતો. જોકે પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર દોડી આવી સ્થિત પર કાબૂ મેળવી લીધો હતો. બાપોદ પોલીસે બંનો કોમના 25 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં બુધવારે લાઉડ સ્પીક પર હનુમાન ચાલીસા બંધ કરવા મુદ્દે રાહીલ શેખ, તેના ભાઇ આસીખ શેખ, સેજાન ઉર્ફે મુન્નો અંસાર ,હુસેન ચનીયીનો છોકરો, લતીપા બન્નુમીયા ધોબી તથા હરીશ અમૃતલાલ સરાણીયા, દિપક સરાણીયા વચ્ચે બોલાચાલી થઇ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધી હતું અને હિન્દુ અને મુસ્લિમ લોકોના ટોળા વચ્ચે જૂથ અથડામણ થતા બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થર કર્યો હતો. ત્રણ ચાર લોકો ઘવાતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સહિત વારસીયા, પાણીગેટ, ડીસીબી અને એલસીબી ઝોન-4ની ટીમો સહિત ઉચ્ચ્ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાડે પાડી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. હાલમાં બંને કોમના તહેવારો આવી રહ્યા છે તે દરમિયાન વિસ્તારમાં વાતાવરણ ન ડહોળાય માટે પોલીસનો બંદોબસ્તો ખડકી દેવાયો અને કોમ્બિંગ પણ શરૂ કરી દીધું હતું. બાપોદ પોલીસે બંને કોમના રાહીલ હુસેનમીયા, શેખ, આસિફ હુસેનમીયા શેખ, સેજાન ઉર્ફે મુન્નો અંસારી, હુસેન ચુનીયાનો દીકરો, લતીફ બન્નુમીયા ધોબી, હરીશ અમૃત સરાણીયા, દિપક અમૃત સરાણીયા સહિત 25 લોકોના ટોળા સામે વિરુદ્ધ ઇપીકો કલમ 143, 147, 149, 294 (ખ) 323 મુજબ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના આજવા રોડ પર એકતાનગરમાં થયેલા કોમી છમકલામાં બંને કોમના મળી 25 લોકોના ટોળા સામે ગુનો દાખલ
By
Posted on