Vadodara

વડોદરા:દારૂબંધીના લીલાલેર ઉડ્યા બાદ પીસીબી પોલીસ ઊંઘમાથી જાગી, ત્રણ જગ્યાએ દારૂની રેડ

વડોદરા તારીખ 17
તાજેતરમાં જ માંજલપુર વિસ્તારના મોટા ગજાના એક બિલ્ડરના પુત્રના લગ્નમાં મહેમાનોને નાની બોટલમાં ભરીને દારૂ પીરસાયો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીના લીરેલીરા ઉડી ગયા હતા. ત્યારબાદ પીસીબી પોલીસે મકરપુરા વિસ્તારમાં સપાટો બોલાવીને ત્રણ અલગ અલગ જગ્યા પર રેડ કરી હતી. 68 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્રણ આરોપીની ધરપકડ કરીને અન્ય ત્રણ જણાને ફરાર વોન્ટેડ જાહેર કર્યા હતા.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છુપી રીતે દેશી તથા વિદેશી દારૂ નું બુટલેગર દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે પીસીબી સહિતની એજન્સીઓ અને સ્થાનિક પોલીસ અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે. તેમ છતાં તાજેતરમાં માંજલપુર વિસ્તારના મોટાગજાના બિલ્ડરના પુત્રના લગ્નનું એક પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું હતું. ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો પૈકી પીનારા શોખીનો માટે બિલ્ડર દ્વારા દારૂની વ્યવસ્થા કરાઈ હતી. દારૂ નાની બોટલોમાં ભરી રેડી ટુ ડ્રીંકના રૂપમાં મહેમાનોને પીરસાયો હતો. ત્યારે મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ભરવામાં આવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીના સરેઆમ લીરેલીરા ઉડી ગયા હતા. ત્યારબાદ એક્શનમાં આવેલી પીસીબી મકરપુરા ગામ કોઠી ફળીયામાં રહેતો ગુલાબસિંહ ઠાકોર તથા તેનો દિકરો સન્ની ઠાકોર પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી છુટકમાં વેચાણ કરે છે અને હાલમાં પણ તેઓની પ્રવૃતિ ચાલુ છે. જેના આધારે માહીતીવાળી જગ્યાએ પીસીબીએ રેઇડ કરતા મકાનમાં રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે ગુલાબસિંહ દોલતસિંહ ઠાકોર ઝડપાયો હતો જ્યારે સન્ની ઠાકોર પકડાયો ન હતો.ત્યાથી રૂ 5 હજારનો દારૂ કબ્જે કરાયો હતો. બીજા બનાવમાં મકરપુરા ગામ રણમુકતેશ્વર મંદીર પાસે વલ્લભ કોલોની મકાન નં ડી/372માં રહેતો આસીફ અલાઉદ્દીન શેખને ત્યાંથી રૂ.21 હજારના દારૂ સાથે દબોચી લીધો હતો. તરસાલી સોમનાથનગરમાં રહેતો પ્રવિણ ઉર્ફે લાલો પંચાલ મકરપુરાના દિવાળીપુરા સ્લમ કવાટર્સ પાસે રાઠોડ વાસમાં રહેતા રાજેશ ઉર્ફે નાથક બજાણીયાને દારૂનો જથ્થો આપી તરસાલી અયોધ્યા ટાઉનશીપની બાજુના ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસાડી વિદેશી દારૂનું વેચાણ કરાવે છે. પીસીબીએ ત્યાં રેઇડ કરીને રાજેશ ઉર્ફે નાયક ભાઇલાલ બજાણીયાને પકડ્યો હતો જ્યારે પ્રવિણ ઉર્ફે લાલો પંચાલ અને પરેશ પટેલ પકડાયા ન હતા. સ્થળ પરથી રૂ.42 હજારનો દારૂ મોબાઈલ અને રોકડ રકમ મળી રૂ.56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top