વડોદરા તારીખ 12
સુરતનો પરિવાર ડભોઈ રોડ પર આવેલી સોસાયટીમા લગ્ન પ્રસંગમાં આવ્યો હતો તે દરમિયાન પીએચડી થયેલા 38 વર્ષીય યુવક દ્વારા ચાર વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી સુરતમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી હતી, પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં રહેતો પરિવાર વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. આ પરિવાર સાથે સુરતમાં રહેતો તેમનો પાડોશી પિયુષ અંજીરિયા પણ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. પરિવાર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતો ત્યારે આ 38 વર્ષીય પીએચડી નો અભ્યાસ કરેલા પિયુષ અંજીરીયાએ પ્રસંગમાં રમી રહેલી નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની દીકરીને રમાડવાના બહાને સાઈડ પર લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. લગ્ન પ્રસંગ પત્યા બાદ પરિવાર પોતાની દીકરીને લઈને પરત ઘરે ગયો હતો ત્યારે દીકરીએ પોતાની માતાને પિયુષ અંજીરીયા દ્વારા તેની સાથે કરાયેલી શારીરિક અડપલા કરવા બાબતે જાણ કરી હતી. જેથી માતાએ સુરતમાં પિયુષ અંજીરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટના વડોદરામાં ડભોઇ રોડ પર બની હોય સુરતથી જીરો નંબરથી ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ હતી. જેથી વરણામા પોલીસે આરોપી પિયુષ અંજીરીયા વિરુદ્ધ છેડતીની કલમ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
