વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI એ ગર્વ સાથે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો,CS મિતુલ સુથાર, વડોદરા ચેપ્ટરના ચેરમેન ધ્વારા આ માહિતી આપવામાં આવી કે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને સાર્થક રહ્યો. વડોદરા ચેપ્ટરનો આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રના મૂલ્યોને જાળવી રાખવાનો સંકલ્પ છે.
કે જેમાં ધ્વજ વંદન સમારંભ, વિકસિત ભારત માટે CS નો મહત્વ નો ભૂમિકા વિષય પર વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન એન્ડ તેમાં વિજય રાઠવા વિજેતા બન્યા, દેશભક્તિ ગીત ગાન સ્પર્ધા થી સમગ્ર જગા રાષ્ટ્રભક્તિ ના ઉંમળકા માં ડૂબી ગઈ અને શ્રિયા યાદવે આ સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવ્યા. ICSI વિદ્યાર્થી મહિના જુલાઈ 2024 દરમિયાન વિવિધ સ્પર્ધા માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો થી સન્માનિત કરવામાં આવ્યા અને માનવ શ્રેણી રચના નું પણ આયોજન કરવામાં આવ્યું.
CS દેવેશ પાઠક સાહેબ, CS સત્ય નારાયણ મુન્દ્રા જી, અને CS શશિ રંજન જી જેવા માનનીય જ્યુરી સભ્યોએ આ સ્પર્ધાઓનું નિરીક્ષણ કર્યું.
આ કાર્યક્રમમાં દરેકની ઉત્સાહ અને દેશભક્તિ ખરેખર પ્રેરણાદાયક રહી. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે શ્રદ્ધા દર્શાવવા માટે ઉપસ્થિત તમામનો ખૂબ જ આભાર માનવામાં આવ્યો.