વહેલી સવારે ચાર વાગ્યે સ્લેપ ધરાશાયી થયો
છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની ઋતુમાં શહેરમાં સ્લેબ અને દિવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. થોડા સમય પહેલા વાઘોડિયારોડ ખાતે ગુરુકુળ નજીક ખાનગી શાળાનો સ્લેબ તૂટવાની ઘટના બની હતી ત્યારબાદ જૂના મકાનોની દિવાલ ધરાશાયી બનવો બન્યા છે ગતરોજ બરાનપુરા વિસ્તારમાં પણ જર્જરિત મકાનનો એક ભાગ ધારાશાયી થયો હતો અને ગતરોજ વહેલી સવારે ચાર કલાકની આસપાસ જ્યારે ઘરમાં લોકો આરામમાં હતા તે દરમિયાન આજવારોડ ખાતે આવેલા આયુર્વેદિક પાસેના ગોવિંદ પાર્ક ચારરસ્તા નજીકના દામાજીરાવ સોસાયટીમાં સ્લેબ ધરાશાયી થયો હતો
જેમાં ઘરના બે લોકો જેમાં પતિ પત્નીને ઇજા પહોંચી હતી જેમાંના મહિલા જિગીશાબેન રાજેન્દ્રભાઇ રાણાને માથામાં તથા પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી.આ ઘટનામાં તેમના બે દીકરીઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે તાત્કાલિક ઇમરજન્સી108 મારફતે ઇજાગ્રસ્તોને એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી.ઇજાગ્રસ્ત જિગીશાબેનના જણાવ્યા અનુસાર આ ઇમારત આશરે ચાલીસ વર્ષ જૂની છે અને થોડી જર્જરિત છે સાથે જ આ મકાનમાં પ્રોપર્ટી અંગે પારિવારિક ખટપટ ચાલતી હોઇ તેનું રિનોવેશન થયું નથી અને ગતરોજ આ બનાવ વહેલી સવારે બન્યો હતો.