Charchapatra

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ બ્લેક મની અને મસલ્સ પાવર્સની બાતમી અંગેની આયકર વિભાગની સરકારી દુકાન જ બંધ થઇ ગઈ

દેશમાં લોકસભા ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી ટાણે ચૂંટણી પંચ તરફથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા ઘડી કાઢી અને નાણાં મંત્રાલયના તાબા તળેના આવકવેરા વિભાગ, પુણેએ ચૂંટણી દરમિયાન મની પાવરનો દુરુપયોગ રોક્વા અને મોનિટર કરવા  માટે 24×7 કંટ્રોલ રૂમની સ્થાપના કરેલ હતી! ખેર, ચૂંટણી સમય દરમિયાન નાગરિકો કાળા ધનની હેરાફેરી તથા આપ લે અંગેની અને મસલ્સ પાવર્સ  સંદર્ભેની ગુપ્ત ફરિયાદો જાગૃતિ દાખવી નૈતિકપણે નોંધાવી શકતા અને /અથવા નિમ્નલિખિત ફોન કોલ, વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા માહિતી આપી પણ શકતા હતા!

કિન્તુ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની પ્રક્રિયા પૂર્ણ થતાં જ અને તેનાં પરિણામો જાહેર થતાં ચૂંટણી આચારસંહિતા ઉઠાવી લેવાતાં  ચૂંટણીઓ દરમિયાન મની એન્ડ મસલ્સ પાવર્સના દુરુપયોગ પર બાજ નજર રાખવા અને તેને રોકવા માટેના રડાર કેન્દ્ર સમાન કંટ્રોલ રૂમો ખોલેલ અને તેવા કંટ્રોલ રૂમ દિવસમાં 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ (24×7) કાર્યરત હતા તેમજ નાગરિકો તેમની પોતાની ફરિયાદ નિર્ભયપણે નોંધાવી શકતા હતા અને /અથવા મની એન્ડ મસલ્સ પાવર્સના દુરુપયોગ વિશેની નિડરતાથી માહિતી આપી શકતા હતા.  સબબ ચૂંટણીના અંતે તેવી ખપ પૂરતી, કામચલાઉ અને હંગામી ધોરણે સરકારને માહિતી પૂરી પાડવાની આયકર વિભાગની દુકાનો યાને કન્ટ્રોલ રૂમ /સેન્ટરો અને ટોલ ફ્રી નંબર:, વોટ્સએપ નંબર:, ઈમેલ આઈડી: વિગેરે આટોપી તેનું વિસર્જન કરવામાં આવ્યું હોય એમ લાગે છે!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top