Vadodara

લોકમાન્ય તિલકના જન્મદિવસે ભાન ભૂલેલુ પાલિકા તંત્ર, આજે પૂણ્યતિથિ નિમિત્તે યાદ કરવા પહોંચ્યું..

*વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે લોકમાન્ય તિલકની પૂણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી*

*

“સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઇને જ રહીશ” તે સૂત્ર સાથે દેશની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનાર તથા ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવ શરૂ કરાવી જનતામાં દેશદાઝ ની ભાવના જગાડનાર સાથે સાથે મરાઠીમાં ‘મરાઠા દર્પણ અને કેસરી’ નામથી બે દૈનિક સમાચાર પત્ર શરૂ કરી બ્રિટિશ સરકાર ને ભારતીય ને સંપૂર્ણ સ્વરાજ તરત આપવાની માંગ કરનાર એવા ક્રાંતિકારી લોકમાન્ય તિલકની આજે પૂણ્યતિથિ છે તે નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી સ્થિત આનંદપુરા ખાતે લોકમાન્ય તિલકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકમાન્ય તિલકના જન્મદિવસ (23-07-1856)
એટલે ગત 23મી જુલાઇના રોજ વડોદરા નું પાલિકા તંત્ર તેઓને યાદ કરવાનું વિવેક ભૂલી ગયું હતું અને ફક્ત વડોદરાના શિવસેના પ્રવક્તા અને સામાજિક કાર્યકર એવા દીપકભાઈ પાલકર દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાની સફાઇ, જળાભિષેક બાદ તેઓને પુષ્પાંજલિ અર્પી યાદ કર્યા હતા જે બાબત મિડિયામાં આવી હતી ત્યારે આ મહાન વિભૂતિ ની આજે પૂણ્યતિથિ નિમિત્તે પાલિકાના મેયરપિન્કીબેન સોની,ડે.મેયર ચિરાગભાઇ બારોટ, દંડક,સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી,ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ,કાઉન્સિલરો સહિત તેઓની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી તેમને યાદ કર્યા હતા.

Most Popular

To Top