લુણાવાડા: સંતરામપુર તાલુકાનાં લીમડી ગામે 13.4.2018 ના રોજ સાંજના સમયે રૂપાભાઈ ધુળાભાઈ બામણીયા એ તેની હાથમાં પહેરવાની ચાંદીની ચૂડી કનુભાઈ અખમાભઈ રહે.લીમડીના ઓને પહેરવા માટે આપેલ હતી.
જે આ ચૂડી કનુભાઈ અખમાભઈ પરત નહીં આપતા રુપા ધુળાભાઈ આ ચૂડી ની ઊધરાણી કરતાં હોઈ કનુભાઈ અખમાભઈ તેથી રુપા ધુળાભાઈ જોડે આ ચાંદીની ચૂડી પરત ના આપવી પડે તે માટે અવારનવાર ઝધડોતકરાર કરતો હતો.
બનાવના દિવસે સાંજે આરોપી કનુભાઈ અખમાભઈ ના ખેતરમાં આ ચાંદીની ચૂડી અંગે કનુભાઈ અખમાભઈ એ મરનાર રૂપાભાઈ ધુળાભાઈ બામણીયા જોડે બોલાચાલી અને ઝધડોતકરાર પણ કરી ને ઝાપટો મારેલ અને કનુભાઈ અખમાભઈ એ ગુસ્સામાં આવી જઈને હાથ માંની લાકડી મરનાર રૂપાભાઈ ધુળાભાઈ બામણીયા ને માથાં પર મારી દઈને મોત ને ધાટ ઊતારી દીધેલ હતો.
આ બનાવ અંગે મરનાર રૂપાભાઈ ધુળાભાઈ બામણીયાના ભાઈ રૂમાંલભાઈ ધુળાભાઈ બામણીયાએ ફરિયાદ સંતરામપુર પોલીસ મથકે આપેલીને પોલિસે આ ઘટનામાં આરોપી કનુભાઈ અખમાભઈ સામે ખુનનો ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
આ ગુનાનુ પોલીસે અદાલતમાં ચાજઁસીટ રજુ કરતાં આ કેસ મહિસાગર જીલ્લાના એડિશનલ સેશન્સ જજ એન.જી. દવે ની અદાલતમાં તાજેતરમાં ચાલી જતાં સાહેદોની જુબાનીમાં પડેલા પુરાવા ઓ ને સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સરજનડામોરની દલીલોને બચાવ પક્ષે આરોપીના વકીલ ની દલીલો સાંભળી ને સરકારી વકીલ સરજનડામોર ની દલીલો ને માન્ય રાખી કનુભાઈ અખમાભઈ ને ઈ.પી કોડ કલમ 302 ના ગુનામાં આજીવન કેદની સજાને દંડ ફટકાર્યો હતો.