Limkheda

લીમખેડા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારી, 75 મતદાન મથકો પર 439 કર્મચારી ફરજ બજાવશે

મતપત્રોથી થશે મતદાન, કંટ્રોલ રૂમ શરૂ
લીમખેડા: લીમખેડા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આમાં 26 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 13 પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. સરપંચ પદ માટે 90 અને સભ્ય પદ માટે 435 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.”
“આ વખતે ચૂંટણી ઈવીએમને બદલે મતપત્રોથી યોજાશે. 75 મતદાન મથકો પર કુલ 439 કર્મચારીઓ ફરજ બજાવશે. આમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. તમામ કર્મચારીઓને મતપત્રો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી છે.”
“ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે 9 ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. મતદાન સ્ટાફના પરિવહન માટે 6 બસો અને 24 જીપની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.”
“મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદો માટે ટેલિફોન નંબર 02677-229621 અને મોબાઈલ નંબર 7096229621 પર સંપર્ક કરી શકાશે. મામલતદાર અનિલ વસાવાએ જણાવ્યું કે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે.

Most Popular

To Top