Godhra

લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી

શહેરાની લાલસરી પ્રાથમિક શાળામાં ‘કલા મહોત્સવ’ની ઉજવણી

લાલસરી શાળામાં કલા ઉત્સવ યોજાયો, દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાઈ

પ્રતિનિધી ગોધરા તા.07

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની અણીયાદ પગાર કેન્દ્ર હેઠળ આવતી લાલસરી પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ‘કલા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ચિત્રકલા, હસ્તકલા, સંગીત, નૃત્ય તેમજ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકો સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની કૃતિઓ આગેવાનોએ નિહાળી હતી.આ પ્રસંગે સી.આર.સી. કોર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકી, મનોહરસિંહ સોલંકી, સૂર્યકાંતભાઈ, જીતુભાઈ તેમજ પગાર કેન્દ્ર આચાર્ય હંસાબેન સહિત શાળાનો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમની એક વિશેષ બાબત એ રહી કે, ભવાનસિંહ ચૌહાણ અને જયંતિભાઈ પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોપડા અને શૈક્ષણિક કીટનું દાન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભવાનસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. નિર્ણાયક ટુકડી દ્વારા તમામ સ્પર્ધાઓમાં પારદર્શક રીતે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં મનુભાઈ પટેલે આભારવિધિ કરી હતી. શાળાના સ્ટાફ અને ગ્રામજનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Most Popular

To Top