Waghodia

લાલબાગના ગણેશ દર્શને જતા વાઘોડિયાના યુવકનુ કાર અકસ્માતમા મોત

પનવેલ( મહારાષ્ટ્ર ) પાસે ગોઝારો અકસ્માત
પાંચથી છ લોકોને નાની મોટી ઈજા

વાઘોડીયા:
રાજ્યભરમાંથી મહારાષ્ટ્રમા લાલબાગના મહારાજ ગણપતીના દર્શને અનેક લોકો જતા હોય છે. વડોદરા અને વાઘોડિયાથી કેટલાક પરિવારના સભ્યો વાઘોડિયાથી કારમા સવાર થઈ વિઘ્નહર્તાના દર્શને નીકળ્યા હતા. આજે સવારે આશરે 6:30 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના પનવેલ હાઈવે પર ગાડી જતી હતી તે સમયે આગળની આઈસરમા કાર પાછળથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમા વાઘોડિયા ટાવર નજીક ગાંધી ફળિયામાં રહેતા કેતુલ હિતેશભાઈ પટેલ (30) નુ અકસ્માતમા મોત નિપજ્યુ હતુ.

પત્ની અને ગાડીમા આશરે 6 જેટલા સવાર લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. મુંબઈ લાલબાગના રાજાના દર્શન કરવા જતા સમયે સવારે મુંબઈ પાસે ગાડીનો આઇશર ટેમ્પા સાથે અકસ્માત થતા ગાડીમાં 6 સવારમાંથી વાઘોડિયાના કેતુલ પટેલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્યને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

જેની જાણ વાઘોડીયા સ્થિત પરિવાર અને મિત્રોને કરવામા આવતા પરીવારના સભ્યો મુંબઈ જવા નીકળ્યા હતા. મૃતક યુવકના પાંચ માસ પહેલાજ રજીસ્ટર લગ્ન થયા હતા. જૂવાનજોઘ યુવકના મોતથી વાઘોડિયા સમગ્ર નગર શોકમગ્ન બન્યુ હતુ.

Most Popular

To Top