સ્માર્ટસિટી વડોદરાને શાંઘાઈ બનાવવાના સ્વપ્ન જોતા અને વિકાસની ગુલબાંગો ફૂંકતા વડોદરા મ.ન.પા. તંત્ર દ્વારા સ્વચ્છ અને સુંદર વડોદરાના કરવામાં આવતા દાવા પોકળ બનવા પામ્યા છે. લાખો કરોડોના ખર્ચ પ્રિમોન્સુન કામગીરીની પોલ ગોરવા પંચવટી કેનાલમાં સર્જાયેલ ગંદકીનું સામ્રાજય છતી કરે છે. ગોરવા પંચવટી કેનાલમાં સાફસફાઈના અભાવે ગંદકીનું સામ્રાજય ફેલાયંુ છે. જેને સાફ સફાઈ કરવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી. તેવામાં ગતરોજ શહેરમાં ઉજવવામાં આવેલ બકરી ઈદને લઈને કુરબાની દરમિયાન જનાવરોનો નીકળેલો કચરો આ કેનાલમાં નાંખી દેવાતા વાતાવરણ દુષિત બનતા વિસ્તારના સ્થાનિક રહિશો સહિત પસાર થતાં વાહનચાલકો તંત્રના પાપે હાલાકીનો ભોગ બનવા પામ્યા છે ત્યારે તંત્ર કેનાલમાં થયેલી ગંદકી દૂર કરીને નાગરિકોના પ્રશ્નો જલદી ઉકેલે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
લાખોના ખર્ચે થયેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગોરવા પંચવટી કેનાલમાં સર્જાયેલું ગંદકીનું સામ્રાજય
By
Posted on