Vadodara

લગ્નની લાલચે જાતિ ચેન્જ કરાવી શારીરિક સંબંધો બાધ્યા બાદ તરછોડી દઇ યુવક તથા પરિવારે ધમકી આપ્યાની ફરિયાદ

યુવકના માતા પિતાએ”તું અહીં જેતપુર પગ મુકીશ તો તને જાનથી મારી નાખીશું, તું મરી જા છક્કા” જેવા વાક્યો ફોનમાં બોલી ધમકી આપી

(પ્રતિનિધિ) વડોદરા તા. 20

શહેરના ખારીવાવ રોડ દાંડિયાબજાર ખાતે આવેલા એ-3દુર્વાનકુર એપાર્ટમેન્ટમાં વર્ષ 2021 થી 07-04-2025 સુધી ક્યુટી દિલીપભાઈ માધાણી અને હાર્દિક સિધ્ધરાજભાઇ મેર (રહે.રામજી મંદિર પાસે,નવાગઢ ગામ,તા.જેતપુર ,જી.રાજકોટ) લીવ ઇન રિલેશનશીપ કરાર હેઠળ સાથે રહેતા હતા. આ દરમિયાન ગત 07 એપ્રિલ બાદ હાર્દિક પોતાના ઘરે જતો રહ્યો હતો અને પરત ન ફરતા ક્યૂટી દીલીપભાઇ માધાણીએ હાર્દિક ને ફોન કરતાં તેણે આવવાની ના પાડી દીધી
તથા તેના માતાપિતા સિધ્ધરાજ જાદવભાઇ મેર તથા ગીતાબેન સિધ્ધરાજભાઇ મેરે ફોન પર ક્યૂટી માધવાણીને “જો તું જેતપુર પગ મુકીશ તો તને જાનથી મારી નાખીશું, તું મરી જા છક્કા” જેવી ધમકી આપી હતી. હાર્દિક મેરે ક્યૂટી માધવાણી સાથે લગ્નની લાલચે તેનું જાતિ ચેન્જ કરાવડાવ્યું હતું જેના માટે પરિવારથી બગાવત કરી ક્યૂટી માધાણીએ મોટી રકમની લોન લઇને પુરુષમાથી મોંઘીદાટ શસ્ત્રક્રિયા કરાવી સ્ત્રી તરીકે જાતિ પરિવર્તન કરાવી દીધું હતું જેના બેંક હપ્તા કયૂટી માધાણી ભરે છે.હાર્દિક મેરે લગ્નની લાલચે તેની સાથે શારીરિક સંબંધો બાધ્યા હતા તો ઘણીવાર મરજી વિરુદ્ધ પણ શારીરિક સંબંધ રાખતો હતો સાથે જ ઘણીવાર મારઝૂડ કરતો અપશબ્દો બોલતો હતો ત્યારબાદ તે રાજકોટ પોતાના પરિવાર સાથે જતો રહ્યો હતો અને પરત ન આવતાં ક્યૂટી માધાણીને મર્યાદિત પગાર (રૂ.12,000 સેલેરીમા) ઘરનું ભાડું,લાઇટ બીલ,રાશન પાણી દૂધ ઉપરાંત બેંક લોનના હપ્તા ભરવાના ફાંફાં પડી ગયા હતા સાથે જ બે ટંકનું જમવાનું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે આવી સ્થિતિમાં તેણે બે દિવસ પહેલા શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરી હતી અને ત્યારબાદ હાર્દિક મેર તથા તેના માતાપિતા એ ધમકી આપતા આખરે ક્યૂટી માધાણીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં હાર્દિક સિધ્ધરાજ મેર, સિધ્ધરાજ જાદવભાઇ મેર તથા ગીતાબેન સિધ્ધરાજભાઇ મેર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી, ધાકધમકી આપવી શારીરિક સંબંધ, અપશબ્દો બોલી મારામારી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર જે એ.રહેવાર એ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top