વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બે લોકોના ઝઘડામાં લગ્ન પ્રસંગે આવેલી મહિલાના માથામાં ટાઇલ્સ વાગતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી*
*લગ્ન પ્રસંગે ગરબા ચાલતા હતા તે દરમિયાન શેરીમાં મહેમાનો સાથે ઉભેલી મહિલાને ટાઇલ્સનો ટૂકડો વાગ્યો*
*સમગ્ર મામલે ફતેગંજ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી*
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા આશાપુરામા કાકા સસરાના ઘરે દીકરીના લગ્ન પ્રસંગે દંપતી ગયું હતું. જ્યાં રાસ ગરબા ચાલી રહ્યાં હતાં તે દરમિયાન શેરીમાં બે છોકરાઓ અંદરોઅંદર બાખડયા હતા. જેમાં એક છોકરો બીજા છોકરાઆને ટાઇલ્સ નો ટૂકડો મારવા જતાં તે ટૂકડો ત્યાં મહેમાનો સાથે ઉભેલી પરિણીતાને માથામાં વાગતા ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી તે છોકરા વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના છાણીરોડ ખાતે આવેલા અમરનગરની બાજુમાં આવેલા રાજી નગરમાં મકાન નંબર એ-5મા જયદીપભાઇ અરવિંદભાઇ મહિડા પોતાના પરિવાર સાથે રહે છે અને મંજૂસર ખાતે ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે તેઓ ગત 22 ફેબ્રુઆરીના રોજ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા આશાપુરી ખાતે રહેતા પોતાના કાકા સસરા કનુભાઇ લલ્લુભાઇ કાપડિયા ની દીકરીનું લગ્ન હોય ત્યાં સાંજે પત્ની પારુલબેન સાથે લગ્નપ્રસંગમા ગયા હતા .જ્યાં તેમના ઘરની બહાર રાસ ગરબા કાર્યક્રમ બાદ મહેમાનો સાથે પારુલબેન પણ ઉભા હતા તે દરમિયાન શેરીમાં આગળની બાજુથી બે છોકરાઓ અંદરોઅંદર ઝઘડો કરી મહેમાનો ઉભા હતા. તે તરફ આવ્યા હતા જેમાં એક હર્ષ નામના છોકરાએ પોતાના હાથમાં ટાઇલ્સનો ટૂકડો લઇ બીજા છોકરાને છૂટો મારતાં તે નિશાન ચૂકી જતાં તે ટાઇલ્સનો ટૂકડો નજીકમાં ઉભેલા પારૂલબેન ને માથાના ભાગે વાગતાં પારુલબેનને એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ ગયા હતા આ સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા છોકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.