વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 28મી ઓક્ટોબરે સ્પેનના વડાપ્રધાન સાથે વડોદરા ખાતે પહોંચશે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપ્યા બાદ લક્ષ્મી વિલાસ પેલેસના દરબારમાં શાહી ભોજન લેશે. આ સાથે જ ભારતના વડાપ્રધાન તેમજ સ્પેનના વડાપ્રધાન ઐતિહાસિક કરાર પર સહી કરશે. વડોદરામાં દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ જોવા મળશે.
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની દ્વારા વાયુ સેના માટે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા c295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવી રહ્યું છે. જે વર્ષ 2026માં તૈયાર થઈ જશે. જેથી આગામી તારીખ 28મી ઓક્ટોબરના રોજ આ એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે વડોદરા આવવાના છે.
ઉદ્ઘાટન કાર્યક્રમ પતાવ્યા બાદ બંને દેશના વડાપ્રધાન એક સાથે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચવાના છે. લક્ષ્મી વિલાસ પેલેસના દરબારમાં બંને દેશોના વડાપ્રધાન માટે શાહી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બંને વડાપ્રધાન રાજવી પરિવાર સાથે ભોજન લેશે. અને બાદમાં દરબાર હોલ ખાતે જ બંને દેશોના વચ્ચેના ઐતિહાસિક કરાર પર બંને વડાપ્રધાન હસ્તાક્ષર કરશે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં પીએમ મોદી સ્પેનના વડાપ્રધાન સાથે કરશે મુલાકાત, દેશના ઐતિહાસિક કરાર પર સહી કરાશે
By
Posted on