વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે .એમનું લાડકું નામ ‘ચીકુ’ છે .ફિલ્ડ ઉપર સાથી ખેલાડીઓ પણ એમને ઘણી વખત ‘ચીકુ’ કહીને બોલાવે છે.ભારતના ટોપ-મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે.ઘણી વખત ઓપનિંગ બેટિંગ માં પણ સારું પ્રદર્શન કર્યું છે.2017,2018 અને 2019માં ત્રણ વખત ભારતની કપ્તાની કરી હતી. કોહલીને 2013માં અર્જુન પુરસ્કાર મળ્યો અને ત્યાર પછી 2017માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.ખેલરત્ન પુરસ્કાર 2018માં મળ્યો હતો.2012,2017,2018 અને 2023માં ચાર વખત પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યા હતા.કોહલીએ 80 સદીઓ ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં 7 બેવડી સદી સહિત 29 સદી, સચિન તેંડુલકરના રેકોર્ડને તોડીને વન-ડે ઈન્ટરનેશનલ માં 50 સદી અને T20 Iમાં 1 સદીનો સમાવેશ થાય છે.
2006 ના વર્ષમાં મંગળમાં શનિનું અંતર હતું એ દરમિયાનમાં આ ખેલાડીએ ‘રણજી ટ્રોફી મેચ’ માં ખૂબ જ નિર્ણાયક સ્થિતિમાં ક્રિકેટ રમી હતી. તે દિવસે તેમના પિતાનું નિધન થયું હતું પરંતુ તેમણે ટીમ માટે સરસ પ્રદર્શન કર્યું અને 90 રન બનાવ્યા.આ એક નોંધપાત્ર ઘટના છે.વિરાટ કોહલી IPLમાં ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’નું પ્રતિનિધિત્વ પણ કરે છે.
‘બુધ = શુક્ર’ પરિવર્તન યોગ છે.મૂલાક નંબર 5 અને ભાગ્યાંક નંબર છ છે. નંબર પાંચ એ બુધ ગ્રહનો નંબર છે અને નંબર છ એ શુક્રનો નંબર છે.આ પરિસ્થિતિમાં બુધ અને શુક્રના ગ્રહનું ખૂબ સારું ફળ મળે છે જેથી કરીને સ્માર્ટનેસ અને લક્ઝરી બંને આ વ્યક્તિના જીવનમાં છે.બુધ ગ્રહની મજબૂતાઈને કારણે એક સારા ક્રિકેટર તરીકે પ્રદર્શન કરી શકે છે.અહીં શુક્ર પુષ્કર નવમાંશ સ્વગૃહી થાય છે.જેને કારણે જીવનમાં દરેક જાતની લક્ઝરી મળે છે, ફિલ્મી સિતારાઓ સાથે ઊઠવાબેસવાનું રહે છે. શુક્રની શુભ અસરને કારણે એમના અનુષ્કા શર્મા સાથે લગ્ન થયા એમ કહી શકાય. ઘણા વિદ્વાનોના મત મુજબ રમતગમત માટે કુંડળીનો પાંચમો ભાવ,મંગળ અને બુધનો ગ્રહ તથા શુક્રનો ગ્રહ પણ જોવામાં આવે છે.અહીં પંચમ સ્થાનમાં મેષ રાશિ હોવાથી પાંચમા ભાવનો સ્વામી મંગળ છે અને વિરાટ કોહલી 18 નંબરનું ટીશર્ટ પહેરે છે.(૧+૮=નંબર 9 મંગળ ગ્રહનો નંબર છે) ઇસપ્ટેમ્બર 2020 થી સપ્ટેમ્બર 2021 સુધી કેતુના અંતર્ગત દરમિયાન વિરાટ કોહલીનું પ્રદર્શન થોડું નબળું પડ્યું હતું.આ કુંડલી મુજબ September 2021 થી સપ્ટેમ્બર 2024 સુધી રાહુમાં શુક્રનું અંતર છે.
આ સમય દરમિયાનમાં વિરાટ કોહલીને ત્યાં બે બાળકોનો જન્મ થયો. ત્યાર પછી સપ્ટેમ્બર 2024 થી ઓગસ્ટ 2025 સુધી રાહુમાં સૂર્યનું અંતર છે .આ સમય દરમિયાન માં સામાજિક તકલીફ આવી શકે અથવા વિરોધી તત્ત્વો એમની ઇમેજ બગાડવાની કોશિશ કરે એવી શક્યતા છે પરંતુ સૌથી વધારે સાચવવું પડે એવો સમય માર્ચ 2025 થી જૂન 2025 સુધીનો છે.આ સમય દરમિયાનમાં નાનીમોટી કાયદાકીય તકલીફ કે હેલ્થની સમસ્યા આવી શકે એવું છે.ઓવરઓલ જોઈએ તો વિરાટ કોહલીની હેલ્થ એકંદરે સારી રહેશે.નજીકના સમયમાં માર્ચ 2024 થી જુલાઈ 2024 ની વચ્ચે પણ નાનો પ્રોબ્લેમ થઈ શકે.આગળ જતા જોઈએ તો 1 મે 2027 સુધી આ કુંડળીમાં કોઈ મોટી તકલીફ નથી. વિરાટ કોહલીની કુંડળીમાં ચોથે મંગળદોષ હોવાથી 28 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી લગ્ન કર્યા.ગુરુ છઠ્ઠા ભાવમાં હોવાથી ગુરુની પાંચમી દ્રષ્ટિ 10 મા ભાવ ઉપર, સાતમી દ્રષ્ટિ બારમા ભાવ પર અને નવમી દ્રષ્ટિ બીજા ભાવ પર પડે છે. તેથી કરીને આર્થિક રીતે આ કુંડળી ખૂબ સારી છે તથા દેશવિદેશના પ્રવાસ કરી ધન અને પ્રતિષ્ઠા બન્ને મળે.
ગુરુ છઠ્ઠે હોવાથી હરીફને પણ હરાવી શકે. વિરાટ કોહલી ની કુંડળીમાં માર્ચ 2028 થી 16 વર્ષ સુધી ગુરુ ભગવાનની મહા દશા છે જે શુભ રહેશે.અહીં રાહુ ત્રીજા ભાવમાં છે અને વૈદિક જ્યોતિષ મુજબ ત્રીજે રાહુ શુભ ફળ આપે છે. માર્ચ 2010થી માર્ચ 2028 સુધી રાહુની મહા દશા પણ શુભ રહે.આ સમય દરમિયાનમાં વિરાટ કોહલી એક આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી તરીકે પ્રકાશમાં આવ્યા. 2010માં રાહુની મહાદશા શરૂ થયા પછી વિરાટ કોહલીએ પાછું વળીને જોયું નથી. ત્રીજે રાહુ શુભ ફળ આપે છે એનું આ એક સારુ ઉદાહરણ છે. આગળ જતા રાજનીતિ અને સમાજસેવાના કામોમાં પણ ઝંપલાવી શકે.
માર્ચ 2025 થી નવેમ્બર 2026ની વચ્ચે જીવનમાં મોટું પરિવર્તન આવી શકે. જેમાં મકાન અથવા આવકનું માધ્યમ બદલાઈ શકે. ફરી પાછું 2028-29ના વર્ષમાં પણ આ રીતે પરિવર્તન આવી શકે.આ જન્માક્ષરમાં ભવિષ્યમાં બિલ્ડર, ફૂડ અથવા રેસ્ટોરન્ટ, ગોલ્ડ બિઝનેસ અને રાજનીતિમાં પણ સફળતા મળે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આગળ વધી શકાય. ભવિષ્યમાં સમાજસેવા માટે કોઈ NGO પણ ચાલુ કરી શકે એમ છે.
