નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વાંસદા-ચીખલી જતા રાજ્ય ધોરી માર્ગ પર કંડોલપાડા ગામની ઉત્તર દિશામાં આવેલું ગામ એટલે રૂપવેલ. અહીં રૂપવેલ ગામની કુલ વસતી ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ૪,૧૪૯ લોકોની છે, જેમાંથી પુરુષોની વસતી ૨,૧૦૪ જેટલી જ્યારે મહિલાઓની વસતી ૨,૦૪૫ જેટલી છે. રૂપવેલ ગામમાં લગભગ ૯૯૬ જેટલાં ઘર આવેલાં છે. ગામમાં ૭૦ % કરતાં વધુ લોકો સાક્ષરતા ધરાવે છે. અહીં મોટા ભાગની વસતી આદિવાસીઓની છે. પરંતુ અન્ય લોકો જ્ઞાતિના લોકો પણ અહીં હળીમળીને રહેતા હોય છે, જેમાં ધોડિયા, કુંકણા, નાયકા, કુંભાર, હળપતિ, હરિજન અને મુસ્લિમ લોકો પણ રહે છે. અહીંના લોકોની બોલચાલની ભાષા ગુજરાતી છે, પરંતુ લોકબોલી ધોડિયા અને કોકણીનો પણ મોટા ભાગના લોકો ઉપયોગ કરે છે. અહીં ચોમાસા દરમિયાન તો જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હોય એવાં દૃશ્યો જોવા મળી રહે છે. રૂપવેલ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, સબ સેન્ટર, દવાખાનું, નવોદય વિદ્યાલય, ઔષધીય ઉદ્યાન, લાઇબ્રેરી તેમજ વગેરે સગવડો ઉપલબ્ધ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે, જેમાં અહીંના ખેડૂતોની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી જોવા મળી રહે છે. ગામમાં મોટા ભાગની વસતી આદિવાસી હોવાથી પરંપરાગત કન્સેરી માતાની પૂજા, માવલી, બારહી, દિવાસાના દિવસે ઢીંગલા-ઢીંગલીના લગન, રાત ઉજાણી જેવા પ્રસંગો ઉજવતા રહે છે. ગામના લોકોની આસ્થા સનાતન હિન્દુ ધર્મના હનુમાનજી દાદા તેમજ લોક દેવતા કન્સેરી માતા, માવલી માતા, ઘોસમાય માડી, ભવાની માતા, ચોસઠ જોગણી માતા અને બગલા દેવ જેવા દેવતાઓને પૂજે છે. ગામમાં ઇસ્લામ ધર્મના લોકો રહેતા હોવાથી મસ્જિદ પણ આવેલી છે.
ગ્રામ પંચાયતની કાર્યવાહીઓ ડિજિટલાઈઝ
રૂપવેલ ગામમાં નવનિર્માણ પામેલું ગ્રામ પંચાયતનું મકાન જોવા મળે છે. ગામના યુવા સરપંચની આગેવાની હેઠળ ગ્રામસભાએ મળીને ડિજિટલ યુગમાં ગ્રામ પંચાયતની કાર્યવાહીઓ ડિજિટલાઈઝ કરી છે. ગામના લોકોનું ફળિયા પ્રમાણે ગ્રુપ બનાવી અને સરપંચ તેમજ સભ્યોનું અલગથી ગ્રુપ બનાવી ગામના લોકોને માહિતીઓ પહોંચાડવામાં આવે છે. જેથી દરેક સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચી શકે. ગ્રામ પંચાયતના મકાનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતનું આવકાર્ય પગલું કહી શકાય એમ ગામના વિદ્યાર્થીઓ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માટે આ ગ્રામ પંચાયતના મકાનમાં ઉપરના માળે લાઈબ્રેરી બનાવવામાં આવી છે. જેથી વાંચવા માટે વિદ્યાર્થીઓને દૂર બીજા ગામ સુધી લાઈબ્રેરીમાં જવું ન પડે.