કુરાઈ ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ
ખેડૂતોના પાક સહિત સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોવાના આક્ષેપ



( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરાના કુરાઈ પાસેની રિસાયકોલી એઆરએસ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે. રાત્રિના સમયે પણ કંપની દ્વારા કેમિકલ યુક્ત વાયુ છોડવામાં આવતા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા ઉદભવી હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના કુરાલી ગામના ખેડૂતે જણાવ્યું હતું કે ખેતી કામ કરીએ છીએ. એમાં મારે નુકસાન આવવાનુંજ છે. કારણકે, કેમિકલ વાળું પાણી આવી રહ્યું છે આ કંપની જ્યારથી આવી છે. ત્યારથી સમસ્યા ઉદભવી છે. રાત્રે અમે સુઈ જઈએ તો અડધી રાત્રે પણ પવન ફૂંકાય તો એમાં દુર્ગંધ ખૂબ જ આવી રહી છે. જેના કારણે હું ઊંઘ પણ બગડે છે અને વાતાવરણમાં પણ બદલાવ જોવા મળે છે. શ્વાસની તકલીફ પણ થઈ રહી છે. કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે, આ લાલાશ પડતી નથી એને ન્યુટ્રલ કર્યા પછી અમે છોડીએ છીએ. અમારો એટીપી પ્લાન્ટ પણ ચેક કરવામાં આવે, કોઈ ખામી નથી. ન્યુટ્રલ સાત પીએચનું પાણી છોડે છે. ખેતરમાં નથી, આ નાડામાં પાણી છે. ખેતરોમાં નથી છોડવામાં આવતું વરસાદનું કોઈ પાણી હોય તો વાત અલગ છે. અમે ન્યુટ્રલ કરીને જ પાણી છોડી શકીએ છે એવો નિયમ છે સામાન્ય લાલાશ છે. જોકે કુરાઇ ગામના લોકો એકત્ર થઈને પોતાને પડતી અંગે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.