Vadodara

રાહુલ વ્યાસને ફરી નિરાશા, ડૉ હેમાંગ જોશી સામેની અરજી સુપ્રીમમાં પણ નહીં ચાલી

હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર અપક્ષ ઉમેદવારના ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો

વડોદરા લોકસભા બેઠક માટેની ચૂંટણી દરમિયાન એક નવો વિવાદ ઊભો થયો હતો, જેમાં અપક્ષ ઉમેદવાર રાહુલ વ્યાસે ચૂંટણી પ્રક્રિયા પર સંશય વ્યક્ત કરતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના સાંસદ ડૉ. હેમાંગ જોશી વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તેમના દાવા મુજબ, ચૂંટણી યોગ્ય અને નિષ્પક્ષ રીતે ન યોજાઈ હોવાને કારણે તેઓ હાર્યા હતા. રાહુલ વ્યાસનું માનવું હતું કે જો યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવી હોત તો તેઓ વિજેતા બની શક્યા હોત. નોંધનીય છે કે ચૂંટણીમાં તેમને માત્ર 2,000 જેટલા વોટ મળ્યા હતા.

હાઇકોર્ટ દ્વારા આ અરજી નકારી કાઢવામાં આવી હતી, જેના પછી રાહુલ વ્યાસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. જો કે, ત્યાં પણ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી અને ચૂંટણી પ્રક્રિયાને યોગ્ય અને સંવિધાનસંગત ગણાવી. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ભારતની ચૂંટણી વ્યવસ્થા સુદૃઢ છે અને અપ્રમાણિક આક્ષેપોને કાયદો સમર્થન આપતો નથી. ડૉ. હેમાંગ જોશી માટે આ નિર્ણયો રાહતરૂપ અને વિશ્વસનીયતા વધારનાર સાબિત થયો છે, જ્યારે અપક્ષ ઉમેદવાર માટે આ કાયદાકીય લડતનો અંત થયો છે.

Most Popular

To Top