ટ્રાફિક અંગેની માહિતી સાથે જાગૃતિ લાવવાના ભાગરૂપે ચિત્ર,નાટક અને વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ

વડોદરા શહેર ઝોન-૩ના ઈ-ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસના સંયુકત ઉપક્રમે આયોજન કરાયું
વડોદરા શહેરમાં ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025″અંતર્ગત તા.21-01-2025 ના રોજ સવારે 10 થી 12કલાક દરમિયાન વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તેમજ કપુરાઇ પોલીસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે શહેરના આજવા ચોકડી પાસે આવેલી અમેરીકન સ્કુલ ઓફ બરોડ ખાતુ ટ્રાફિક અંગેની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ વિધ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોથી અવગત થાય તે માટે ચિત્ર,નાટક તથા વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ દરમિયાન નાયબ પોલીસ કમિશનર ઝોન-3 અભિષેક ગુપ્તા , મદદનીશ પોલીસ કમિશનર જી. ડી. પલસાણા ( ઇ-ડિવીઝન), મદદનીશ પોલીસ કમિશનર જે. આઇ. વસાવા ( ટ્રાફિક શાખા પૂર્વ), કપુરાઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી. સી. રાઉલ, વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે. આર. ગામીત, પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વાય. એમ મિશ્રા, આર.ટી.ઓ પી.આઇ એ. એ. રાઠવા, ટ્રાફિક શાખા પી.એસ.આઇ.સી .એમ.પારેખ, કપુરાઇ પી.એસ.આઇ . એમ કે કટારીયા અમેરીકન સ્કુલ ઓફ બરોડાના આચાર્ય મનોજ સુકુમારન તથા કપુરાઇ પો સ્ટે અને ટ્રાફિક શાખા પૂર્વના કર્મચારીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આશરે બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .જેમાં સૌ પ્રથમ શાળાના વિધ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સેફ્ટી વિષય ઉપર બનાવેલા ચિત્રોનુ આમંત્રિત મહેમાનો અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક સેફ્ટી- ચાઇલ્ડ સેફ્ટી વિષય પર સુંદર બે નાટક વિધ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક શાખાના કર્મચારી દ્વારા પોસ્ટર અને ચિત્રોથી રોડ ડિઝાઇન અને સેફ્ટી, ટ્રાફિક સાઈન, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ગુડ સમરીટીન અવોર્ડ તેમજ ટ્રાફિકને લગતા કાયદાની સમજ પૂરી પાડવામાં આવી હતી સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર ઉપયોગમાં લેવામાં આવતા નવ પ્રકારનાં હેન્ડ સિગ્નલો દર્શાવવામાં આવ્યા હતા તેમજ શાળાના વિધ્યાર્થીઓએ ટ્રાફિક સેફ્ટી ઉપર સ્પીચ આપી હતી. ત્યારબાદ ટ્રાફિક અને સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર નાયબ પોલીસ કમિશનર,ઝોન-3 અભિષેક ગુપ્તા દ્વારા વિધ્યાર્થીઓ સાથે સવાંદ કરીને વિધ્યાર્થીઓને સમજણ પુરી પાડી હતી. અંતે ચિત્ર સ્પર્ધા, નાટક તેમજ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિધ્યાર્થીઓને પ્રોત્સાહનના ભાગરૂપે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
