Vadodara

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસમાં શરૂઆતમાં રૂ. 1 લાખથી વધુનો દંડ, 150થી વધુના મેમો અપાયા



લોકો દંડ કે પોલીસથી ડરવાની જગ્યાએ તમારી ચિંતા અને પરિવારની ચિંતા કરો :- દત્તાત્રેય વ્યાસ, ACP

રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લોકોનો જોઇએ તેવો સહકાર પોલીસને મળતો નથી. અને લોકો બેજવાબદાર વર્તન કરી રહ્યા છે. ત્યારે લોકોને પોતાના જીવ અને પોતાની જવાબદારીનું ભાન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે. ટ્રાફિક એસીપીએ પણ લોકોને સુરક્ષાના ઉપાયો અજમાવવા માટે અપીલ કરી છે.
ટ્રાફિક એસીપીનું કહેવું છે કે અમે મેમો કે દંડ આપવા નથી માંગતા.અમે તમારા જીવનનું મુલ્ય તમને સમજાવવા માંગીએ છીએ. હેલ્મેટ નહીં પહેરવાના કારણે થતી ગંભીર ઇજાઓ મોતના કિસ્સાઓમાં પરિવારની કેવી હાલત થાય છે તે અમે સમજાવવા માંગીએ છીએ.
વડોદરા ટ્રાફિક પોલીસના એસીપી દત્તાત્રેય વ્યાસે જણાવ્યું કે, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસમાં શરૂઆતમાં અમે રૂ. 1 લાખથી વધુનો દંડ કર્યો છે. 150 થી વધુના મેમો આપ્યા છે. હું લોકોને કહેવા માંગુ છું કે, અમે મેમા કે દંડ આપવા નથી માંગતા.અમે તમારા જીવનનું મુલ્ય તમને સમજાવવા માંગીએ છીએ. હેલ્મેટ નહીં પહેરવાના કારણે થતી ગંભીર ઇજાઓ, મોતના કિસ્સાઓમાં પરિવારની કેવી હાલત થાય છે, તે અમે સમજાવવા માંગીએ છીએ. આ પ્રકારના કિસ્સાઓ તમારી નજીકમાં બન્યા જ હશે. લોકો દંડ કે પોલીસથી ડરવાની જગ્યાએ તમારી ચિંતા કરો. હેલમેટ અનિવાર્ય છે, અને ગુણવત્તા ધરાવતું પહેરવું જોઇએ. અમે લોકજાગૃૃતિ કરીએ છીએ, અને જરૂર પડ્યે દંડનીય કાર્યવાહી કરીએ છીએ. વિતેલા ત્રણ મહિનાથી 100 થી વધુ શાળાઓમાં પ્રાથમિક અવેરનેસના કાર્યક્રમો કર્યા છે. બાળકોને તથા તેમના માતા-પિતા તથા વડીલોનો હેલ્મેટ પહેરવા-પહેરાવવા માટે જાગૃત કરવા માંગીએ છીએ.

Most Popular

To Top