આ પત્ર પ્રગટ થશે ત્યારે રાષ્ટ્રપતિ તરીકે સુશ્રી દ્રોપદી રાષ્ટ્રપતિ ભવનમાં આરૂઢ થઇ ચુકયા હશે. રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ય બંધારણીય વડા છે. તેઓ લશ્કરના પણ સુપ્રિમ કમાન્ડન્ટ છે. તેમની સંમતિ વિના કોઇ દેશ સામે યુદ્ધ જાહેર કરી શકાય નહીં. બંધારણ મુજબ તમામ કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં સ્થાપિત થાય છે. બંધારણ અન્વયે રાષ્ટ્રપતિ સંસદનો પણ ભાગ છે. જો કે સામાન્ય રીતે તેઓ સંબોધન કરવા સિવાય સંસદ કાર્યવાહીમાં હાજરી આપતા નથી. તેઓ સર્વોચ્ચ બંધારણીય વડા હોવા છતાં વાસ્તવમાં શાસન પ્રધાનમંડળ દ્વારા જ થાય છે.
તેઓ પ્રધાનમંડળની સલાહ અને મદદ અનુસાર જ શાસન ચલાવી શકે છે. રાષ્ટ્રપતિ તરીકે જયારે કોઇ મહિલા, આદિવાસી કે મુસ્લિમની પસંદગી થાય છે ત્યારે આદિવાસી કે મુસ્લિમની પસંદગી થાય છે ત્યારે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમ જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે અલબત્ત, આવી પસંદગી સામે કોઇ વિરોધ નથી આવકાર્ય છે. પરંતુ આ પદ માટે પસંદ થનાર વ્યકિતને બંધારણની આંટીઘુંટી, કાયદાકીય પ્રશ્નો તેમજ વહીવટી સમસ્યાઓથી વાકેફ થવી જોઇએ. 2-3 થૂજ અપવાદો બાદ કરતાં, મોટા ભાગના રાષ્ટ્રપતિએ ચમકારો બતાવ્યો નથી. ડો. રાધાકૃષ્ણન, જસ્ટીસ હિદીયતુલ્લા કે અબ્દુલ કલામ વિદ્વાન હોવા છતાં રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ દરમ્યાન તેમની કુશળતાનું ભાગ્યે જ પ્રદર્શન થયું છે. અત્યાર સુધી માત્ર 4-5 કિસ્સાઓમાં રાષ્ટ્રપતિએ ખરડા કે વટહુકમ પર સહી કરવાનો ઇન્કાર કરેલ છે. રાષ્ટ્રપતિ તરીકે પસંદ થનાર વ્યકિત માટે બંધાકરણમાં કોઇ ચોક્કસ ધારા-ધોરણનો અભાવ છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ