Vadodara

રાવપુરા પોસ્ટ ઓફિસ નજીક વૃક્ષ ધરાશાયી થતાં કેટલાક વાહનોને નુક્સાન

ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી
વડોદરા: વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જીપીઓ પાસેના સૂર્યનગર બાગનું એક જૂનુ તોતિંગ વૃક્ષ વરસાદમાં ધરાશાયી થયું હતું. જેના કારણે નીચે ઉભેલા અનિલ નામના યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી તથા અહીં જીપીઓ ખાતે આવેલા કેટલાક લોકોના વાહનો દબાયા હતા.

વૃક્ષ રસ્તા વચ્ચે પડતાં અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ વાહનોને નુક્સાન થયું હતું તથા એક વ્યક્તિ ને કરંટનો ઝટકો લાગ્યો હતો. જો કે આસપાસના લોકો તથા ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પડી ગયેલા વૃક્ષને કાપીને દૂર કરવાની તથા દબાયેલા વાહનો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ત્ર ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા નું પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તોતિંગ વૃક્ષોની છટણી કરવાની તસ્દી લીધી ન હોવાથી આ રીતની ઘટના બની હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે.

Most Popular

To Top