*નાણાં વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના રાજ્ય વેરા વિભાગમાં બદલીઓમાં કોકને ગોળ તો કોકને ખોળ જેવી સ્થિતિ*
*ચોક્કસ જ્ઞાતિઓને પ્રાધાન્ય આપી બદલી થયાની ચર્ચાએ પકડ્યું જોર*
(પ્રતિનિધિ) વડોદરા તા. 31
ગુજરાત સરકારના નાણાં વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના રાજ્યવેરા વિભાગમાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં સંયુક્ત રાજ્યવેરા કમિશનર વર્ગ -1, સંવર્ગના અધિકારીઓ, નાયબ રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ તેમજ સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ ની બદલીઓનો હૂકમ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારનાં નાણાં વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના રાજ્યવેરા વિભાગમાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં ચોક્કસ જ્ઞાતિઓની બદલી થયાની ચર્ચાએ જોર પકડયું છે. રાજ્ય વેરાના સંયુક્ત રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ,નાયબ રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ તથા સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ ની બદલીઓનો ગંજીફો ચિપાયો છે જેમાં આ બદલીઓ જ્ઞતિગત આધારે થઈ હોવાની અંદરો અંદર ચર્ચા ઉઠી છે જેના કારણે વિભાગના અધિકારીઓમા ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી છે અંદરખાને થતી ચર્ચા મુજબ કેટલાક તો બિન અનુભવી છે. જેના કારણે આગામી સમયમાં પ્રજાને હેરાન થવાનો વારો આવે તો નવાઇ નહીં. મધ્ય ગુજરાતભરમાં સંયુક્ત રાજ્યવેરા કમિશનર વર્ગ-1,નાયબ રાજ્યવેરા કમિશનર -વર્ગ-1તથા સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગ અધિકારીઓ ની બદલી કરવામાં આવી છે.
કોની ક્યાં બદલી થઈ?
અધિકારીનું નામ. વર્તમાન હોદો બદલીની જગ્યા હોદ્દા સાથે
સંયુક્ત રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ
1.એમ.સી.ઠાકર -સંયુક્ત રાજ્યવેરા કમિશનર (વિવાદ) વિભાગ -5, વડોદરા
ની સંયુક્ત રાજ્યવેરા કમિશનર (અન્વેષણ) અમદાવાદ
2.એમ.સી.પ્રજાપતિ સંયુક્ત રાજ્યવેરા કમિશનર, વિભાગ -5, વડોદરા
ને સંયુક્ત રાજ્યવેરા કમિશનર, વિભાગ -4મહેસાણા ખાતે મૂકાયા
3.એમ.એ.કાવટકર સંયુક્ત રાજ્યવેરા કમિશનર (અન્વેષણ), મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરી, ગુજરાત રાજ્ય અમદાવાદ ને
સંયુક્ત રાજ્યવેરા કમિશનર, વિભાગ -5, વડોદરા ખાતે મૂકવામાં આવ્યા છે
4.એમ.એન.દવે સંયુક્ત રાજ્યવેરા કમિશનર (રિવ્યુ) મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ
ને સંયુક્ત રાજ્યવેરા કમિશનર (વિવાદ) વિભાગ -5, વડોદરા
*નાયબ રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ:-*
1.એમ.બી.ગઢવી. નાયબ રાજ્યવેરા કમિશનર (અન્વેષણ) વિભાગ -5, વડોદરા
ની
નાયબ રાજ્યવેરા કમિશનર (ઓડિટ)
મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ
2.એમ.જે.મોમીન નાયબ રાજ્યવેરા કમિશનર, વર્તુળ -12, વડોદરા
ની
નાયબ રાજ્યવેરા કમિશનર, વર્તુળ -7, ગાંધીનગર
3.જે.એમ.ઓડેદરા. નાયબ રાજ્યવેરા કમિશનર (અન્વેષણ) વિભાગ -6
વડોદરાની નાયબ રાજ્યવેરા કમિશનર (કોર્પોરેટ) વિભાગ -9, ભાવનગર
3.એસ.જી.બારોટ. નાયબ રાજ્યવેરા કમિશનર, વર્તુળ -13, નડિયાદ
ની
નાયબ રાજ્યવેરા કમિશનર (અન્વેષણ), વિભાગ -5, વડોદરા
4.આર.પી.વાઘેલા નાયબ રાજ્યવેરા કમિશનર (અન્વેષણ) વિભાગ -2, અમદાવાદ
ની
નાયબ રાજ્યવેરા કમિશનર (વિવાદ) વર્તુળ -12, વડોદરા
5.બી.એસ.પુરાણી નાયબ રાજ્યવેરા કમિશનર (વિવાદ), વિભાગ -9
ભાવનગર
ની
નાયબ રાજ્યવેરા કમિશનર (અન્વેષણ) વિભાગ -6, વડોદરા
6.પી.એન.ડામોર નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ -3, અમદાવાદ
ની
નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ -13, નડિયાદ
*સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ -1સંવર્ગના અધિકારીઓ:-*
1.એ.પી.પટેલ. સહાયક રાજ્યવેરા કમિશનર (1) ઘટક -55, ભરુચ
ની
સહાયક રાજ્યવેરા કમિશનર (2)
ઘટક -44, વડોદરા
2.આર.કે.મુનિયા સહાયક રાજ્યવેરા કમિશનર ઘટક -89, રાજકોટ
ની
સહાયક રાજ્યવેરા કમિશનર (વહિવટ), વિભાગ -6 વડોદરા
3.શ્રીમતી કે.મંગલમ. સહાયક રાજ્યવેરા કમિશનર (1)
ઘટક -73,વાપી
ની
સહાયક રાજ્યવેરા કમિશનર (5)
નાયબ રાજ્યવેરા કમિશનર ની કચેરી (અન્વેષણ), વિભાગ -6, વડોદરા
4.એસ.જે.ગાજપરા. સહાયક રાજ્યવેરા કમિશનર (2)
ઘટક -9, અમદાવાદ
ની
સહાયક રાજ્યવેરા કમિશનર
ઘટક -41, વડોદરા
5.કે.બી.ગોહિલ. સહાયક રાજ્યવેરા કમિશનર (2)
ઘટક -11, અમદાવાદ
ની
સહાયક રાજ્યવેરા કમિશનર (1)
ઘટક -50, આણંદ