ઠાકોરજીના વસ્ત્રો ઋતુ કાળ અનુસાર તૈયાર કરાવી નોંધાવેલ તારીખના આગળના દિવસે શ્રી રણછોડજી મંદિરમાં જમા કરાવવા અનુરોધ
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મહારાજને વસ્ત્ર ધરાવવા માટે વૈષ્ણવો માટે તારીખ 1 /4/ 2024 થી 31/ 3/ 2025 ના વર્ષના શ્રી રણછોડ મહારાજને વસ્ત્રો ધારણ કરાવવાની સેવાની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી છે. રાજાધિરાજ રણછોડરાયના સવારના વસ્ત્રો અને શયન ભોગ આરતી પછીના સાંજના વસ્ત્રો જે કોઈએ નોંધાવવા ઈચ્છતા હોય તે તમામ શ્રધ્ધાળુઓ ઓનલાઇન નોંધણી ફરજિયાતપણે કરવા માટે મંદિર વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવાયું છે. દરેક વસ્ત્રોની નોંધણી તારીખ 21/ 3 /2024 ને ગુરૂવારના રોજ સવારના 10 કલાકથી શ્રી રણછોડજી મહારાજ મંદિર ટ્રસ્ટ ડાકોર વેબસાઈટ www. ranchodji. Org પરથી ઓનલાઈન નોંધણી કરી શકાશે.
શ્રી રણછોડરાયજી ના સવાર ના વસ્ત્રોનો લાગો 5000 રૂપિયા, સાંજના વસ્ત્રોનો લાગો 2500 રૂપિયા રહેશે. ટ્રસ્ટના ઉત્સવો તહેવારો અને નોંધાયેલી તારીખો પેન્ડિંગ રાખી બાકીની તારીખોમાં વસ્ત્રની નોંધણી થઈ શકશે. વસ્ત્ર નોંધાવનાર વૈષ્ણવશ્રી એ શ્રી ઠાકોરજીના વસ્ત્રો ઋતુ કાળ અનુસાર તૈયાર કરાવી નોંધાવેલ તારીખના આગળના દિવસે શ્રી રણછોડજી મંદિરમાં જમા કરાવવાના રહેશે. વસ્ત્રની નોંધણી તારીખ 21 3 2024 ને ગુરૂવારના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે જેની દરેક શ્રધ્ધાળુઓએ નોંધ લેવા જણાવાયું છે.