વડોદરા : આરોપીઓને પકડવામાં માહેર ગણાતી પીસીબી, ડીસીબી સહિતના એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂનો જથ્થા સાથે બૂટલગરોને દબોચી લેવામાં આવે છે. પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારી અને કલેક્ટર કચેરી સહિત રાવપુરા પોલીસ સ્ટેશનથી કિમી દૂર આવેલો દારૂનો શહેરનો સૌથી મોટો અડ્ડો કેમ દેખાતો નથી ?જેને લઇને પોલીસ કામગીરી સામે પણ શંકાની સોઇ તકાઇ રહી છે.પીસીબી પોલીસ દ્વારા બૂટલેગરો પર સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાંથી વડસર બ્રિજ અને ભાયલો રોડ પર આવેલા ગોડાઉનમાંથી રાજસ્થાનની બિશ્નોઇ ગેંગનો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. દારૂ સાથે મુખ્ય સૂત્રધાર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.
શહેરના વિવિધ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસ સહિત પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા દારૂ પર રેડ કરવામાં આવી છે. પરંતુ આઇપીએસ અને આઇએએસની ઓફિસ એટલે કે કલેક્ટર કેચરી, આઇજી, એસપી, રેલવે એસપી સહિત રાવપુરા પોલીસ સ્ટેશનથી માત્ર ગણતરીના કિમીના અંતરમાં આવેલા કાકા સાહેબના ટેકરા પર બિન્દાસ્ત રીતે વહેલીસવારથી મોડી રાત સુધી દારૂનો ધંધો ધમધમી રહ્યો છે તેમ છતાં પોલીસ દ્વારા કેમ રેઇડ કરવામાં આવતી નથી ?જેને લઇને પોલીસની કામગીરી પર પર શંકા સોઇ તકાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, વહેલીસવારથી દારૂનો ધંધો શરૂ થઇ જતો હોવાના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. પોલીસ દ્વારા કાકા સાહેબના ટેકરા પર ચાલતા દારૂના અડ્ડો વહેલીતકે બંધ કરાવાય તેવી સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી છે.