Vadodara

રાજકોટના વ્યક્તિની કાર ભાડેથી લઈ બારોબાર વેચી નાખનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ

મહિને રૂ.35000ભાડુ આપવાનું જણાવી ભેજાબાજે લીમખેડાના વ્યક્તિને રૂ 7,20,000મા કાર વેચી દીધી

(પ્રતિનિધિ) વડોદરા તા. 10

રાજકોટમાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગ કરતા વ્યક્તિએ આર્થિક રીતે મંદી હોવાના કારણે પોતાની કાર ભાડે આપવાનું નક્કી કરી ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકી હતી જે કાર વડોદરાના એક શખ્સે ભાડે લેવાની ઇચ્છા વ્યક્ત કરી દર મહિને રૂ 35000ભાડુ આપવાની વાત કરી હતી પરંતુ કાર ભાડેથી લઈ એક મહિના બાદ પણ લખાણ કરી આપ્યું ન હતું અને કાર દાહોદના લીમખેડા ખાતે કોઇ વ્યક્તિને બારોબાર રૂ.7,20,000મા વેચી દ ઇ છેતરપિંડી કરતાં કાર માલિકે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ખાતે આરટીઓ ઓફિસ પાછળ શ્રીરામ પાર્ક શેરીમાં રામસિંગ રમેશભાઇ જાદવ પોતાના પરિવાર સાથે રહે છે અને છૂટક ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમણે વર્ષ 2023મા ધંધા માટે પોતાના કાકા અનિલ કાલીદાસ જાદવ ના નામે મારુતિ સુઝુકી કંપનીની એટીગા સ્માર્ટ હાઇબ્રિડ ફોર વ્હીલર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -03-એન એફ -2791 બજાજ ફાયનાન્સ પર ખરીદી હતી પરંતુ થોડા સમય બાદ ધંધામાં મંદી આવતાં તેમણે ગાડી ભાડેથી આપવાનું નક્કી કર્યું હતું અને સોશિયલ મીડિયા પર જાહેરાત આપી હતી તે જાહેરાત જોઇ ‘Bestcar3366’ યુઝર આઇડી મારફતે તા.06-11-2024ના રોજ એક ઇસમે કાર ભાડેથી લેવા જણાવ્યું હતું જેથી રામસિંગ ભાઇએ તે નંબર પર સંપર્ક કરતાં તે વ્યક્તિએ પોતાનું નામ બ્રિજેશભાઇ જણાવ્યું હતું અને દર મહિને રૂ.35,000કારનુ ભાડું આપવાની વાત કરી વડોદરા શહેરના આજવા ચોકડી પાસે લખાણ કરી આપવા જણાવતાં રામસિંગ ભાઇ ગત 10-11-2024ના રોજ રાજકોટથી કાર જેની કિંમત રૂ 10 લાખની લઈને રાત્રે બે વાગ્યે આજવા ચોકડી આવ્યા હતા ત્યારે બ્રિજેસ સિંગે એડવાન્સ પેટે રૂ 10,000આપી લખાણ કરી નોટરી કરી મોકલી આપવાનો વાયદો કર્યો હતો ત્યારબાદ રામસિંગ તેમને લખાણ માટે વારંવાર કહેતા ત્યારે તે વાયદા કરતો હતો પરંતુ બ્રિજેશે લખાણ આપ્યું ન હતું જેથી રામસિંગ ભાઇએ કાર પરત આપવા જણાવતાં બ્રિજેશ સિંગે થાય તે કરી લેવાની ધમકી આપી હવે પછીથી ફોન ન કરવા જણાવ્યું હતું અને ફોન બંધ કરી દીધો હતો ત્યારબાદ બે મહિના પછી રામસિંગ ને મોબાઈલ ફોન પર લીમખેડા દાહોદના દીનેશભાઈ ભીમાભાઇ બારીયાએ જણાવ્યું હતું કે તેણે બ્રિજેશ સિંગ પાસેથી રૂ 7,20,000મા અર્ટીકા ગાડી ખરીદી હતી પરંતુ ગાડી નામ પર થતી નથી આ સાંભળી રામસિંગને છેતરાયાની ખબર પડી હતી જેથી તેમણે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખબર પડી હતી કે તેમની કાર માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી પાસે માતૃકા રેસિડેન્સીમા રહેતા હિતેશ ગુલાબચંદ પ્રજાપતિએ પોતાનું બ્રિજેશ સિંગ ખોટું નામ ધારણ કરી ઠગાઇના ઇરાદે કાર લઈને બારોબાર વેચી દીધી હતી જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top