રાજકોટના જાણીતા ઇ.એન.ટી. સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરનો વિશ્વ વિખ્યાત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ 2025ના “મેડિકલ મારવેલ” વિભાગમાં “LARGEST NASAL POLYP REMOVED” તરીકે સમાવેશ થયો છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ભારતમાં દર વર્ષે પ્રકાશિત થતી એક રેફરન્સ બુક છે, જેમાં ભારતીયો દ્વારા બનાવેલા વિશ્વ રેકોર્ડ્સની નોંધ લેવામાં આવે છે. આ રેકોર્ડ્સને શિક્ષણ, સાહિત્ય, ખેતી, તબીબી વિજ્ઞાન, વ્યવસાય, રમતગમત, કુદરત, સાહસ, રેડિયો અને સિનેમા જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે. તેનો પ્રથમ પ્રકાશન 1990માં થયો હતો.
ડૉ હિમાંશુ ઠક્કરે રાજકોટના 55 વર્ષીય લાલીભાઈ વાઘેલાની નાકમાંથી 8 સેમી × 2.5 સેમી મોટો નેઝલ પોલિપ ( નાક નો મસો) નાકની કુદરતી છિદ્ર માંથી સ્કાર વગર દૂરબીન થી કાઢી આપ્યો હતો.

દર્દીને છેલ્લા 6 મહિના થી નાક બંધ રહેવું, શરદી, ખાંસી અને કફ જેવી તકલીફો હતી. CT સ્કેનમાં મોટો પોલિપ દેખાયો હતો. ડૉ. ઠક્કરે એન્ડોસ્કોપ અને વિશિષ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી તેને સંપૂર્ણપણે દૂર કર્યો. દર્દીને કોઈ પણ જાતના complication વગર એજ દિવસે ડિસ્ચાર્જ કરી દેવાયા હતો.
આ અનોખી સફળતા માટે ડૉ. હિમાંશુ ઠક્કરનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ 2025 માં સામેલ થયું છે જે રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
ડૉ. ઠક્કરે જણાવ્યું કે, “વિશ્વપ્રસિદ્ધ લિમ્કા બુકમાં સ્થાન મળવું મારા માટે ગૌરવ, સન્માન અને આનંદની વાત છે.”
તેઓ છેલ્લા 23 વર્ષથી ENT સર્જન તરીકે સેવાઓ આપી રહ્યા છે અને વિદ્યાનગર મેન રોડ, રાજકોટ ખાતે પોતાની હોસ્પિટલ ચલાવે છે. અગાઉ પણ ડૉ ઠક્કરે નાના બાળકો ની શ્વાસનળી અને અન્ન નળી મા ફસાયેલ વસ્તુ દૂરબીન વડે કાઢી આપી અનેક માસુમ બાળકો ને નવજીવન આપ્યું હતું. અને તે બદલ ખુબજ નામના મળવી ચૂકેલા છે. તેઓ અગાઉ પણ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ 2023 માં તેમનું નામ સામેલ થયેલ છે કે જેમાં ડૉ ઠક્કરે બાળક ની શ્વાસનળી. મા સાત વર્ષથી ફસાયેલ પ્લાસ્ટિકની સિસોટી દૂરબીન વડે કાઢીઆપીબાળકને નવજીવન આપ્યું હતું. ડૉ હિમાંશુ ઠક્કર ને IMA નેશનલ એવોર્ડ 2013 ઈન્ડિયન મેડિકલ એસો ની નેશનલ કોન્ફરન્સ રાજામુદ્રિ આંધ્ર પ્રદેશ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. અને IMA MedAchievers એવોર્ડ ઓફ મેરિટ 1st જુલાઈ ડૉક્ટર ડે 2014 તાજ પેલેસ હોટલ દિલ્હી ખાતે એનાયત થયેલ. ડૉ ઠક્કર ભૂતપૂર્વ સેક્રેટરી ઈન્ડિયન મેડિકલ એસો રાજકોટ, ભૂતપૂર્વ પ્રમુખ ઈ એન્ટી સોસાયટી ઓફ રાજકોટ, ભૂતપૂર્વ પ્રમુખ રઘુવંશી ડોક્ટર એસોસિએશન ,ભૂતપૂર્વ સેક્રેટરી શ્રી રાજકોટ લોહાણા મહાજન, ભૂતપૂર્વ ખજાનચી સર્જન એસો રાજકોટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડૉ હિમાંશુ ઠક્કર ઘણી સેવાકીય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અને હર હમેશ જરૂરિયાત મંદ દર્દીઓ ની સેવા મા તત્પર રહે છે. Limca Book of Records મા રેકોર્ડ સ્થાપિ કીર્તિમાન રચવા બદલ ડૉ ઠક્કર ના મિત્ર વર્તુળ માંથી શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે.
સરનામું : ડૉ ઠક્કર ઈ એન્ટી ડેન્ટલ હોસ્પિટલ, હોસ્પિટલ 202 લાઇફ લાઇન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ સંપર્ક -7990153793.
