વડોદરા, તા.1: રસોડામાં ઉપયોગમાં લેવાતા સામાનના બોક્સમાં સંતાડી ભરૂચથી વડોદરા લાવવામાં આવતો રૂ. 1.34 કરોડનો વિદેશી દારૂ કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ઝડપી પાડ્યો છે.
“ઓપરેશન પરાક્રમ” હેઠળ મળેલી બાતમીના આધારે સાંપાથી બોડકા જવાના ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી ટ્રક રોકી તપાસ કરવામાં આવી હતી. તાડપત્રી નીચે મુકેલા 56 રસોડાના સામાનના બોક્સ પાછળ 43,056 ક્વાર્ટર દારૂ છુપાવવામાં આવ્યો હતો.
દારૂ, મોબાઇલ અને ટ્રક સહિત કુલ રૂ. 1.44 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. ચાલક અનિલકુમાર સુજાનારામ બિશ્નોઇને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે, જ્યારે બૂટલેગર અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા