રક્ષિત ચોરસિયાના નિઝામપુરા ખાતેના મકાનમાં એનડીપીએસના એક્સપર્ટ સ્નીફર ડોગ દ્વારા સર્ચ
વડોદરા તારીખ 17
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે હોળીના તહેવારના રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં ગાંજાનો નશો કરીને કાર ઓવરસ્પીડમાં દોડાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં હજુ આ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં પોલીસે આરોપી રક્ષિત ચોરાસીયાની ધરપકડ કરી વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રક્ષિત સાથે ગધેડા માર્કેટ પાસેના મકાનમાં ભેગા થયેલા પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ લવાયા હતા. હજુ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કલાકોથી બેસાડીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બીજી તરફ પોલીસે આજે 17 માર્ચના રોજ એનડીપીએસના એક્સપર્ટ ડોગને લઈને નિઝામપુરાના ગાયત્રી એપાર્ટમેન્ટમાં 303 નંબરના મકાનમાં તાળુ તોડીને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી રક્ષિત ચોરસિયાનું લેપટોપ કબજે લેવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી રક્ષિતના બે રિમાન્ડ પુરા થતાં હોય તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
