ધૂળેટીનો દિવસ એટલે બધે રંગોની છોળો ઊડતી હોય. બાળકોથી માંડીને યંગસ્ટર્સ મિત્રોની ટોળકી બનાવી એકબીજાને કાળા-પીળા, લાલ કાબરચિતરા બનાવવાની મસ્તીમાં હોય. એકને રંગયા એટલે બીજાને રંગવા આખી ટોળકી નીકળી પડતી હોય છે. પણ કેટલાય એવા લોકો પણ હોય છે જેમણે બાળપણમાં અને યુવાનીમાં ખૂબ જબરદસ્ત હોળી રમી હોય પણ પછીથી તેમને કોઈને કોઈ કારણથી રંગાઈ જવાનું નહીં ગમે એટલે તેઓ રંગાવાથી બચવા માટે અવનવી તરકીબો શોધી કાઢતા હોય છે. એવા સુરતીઓ પણ છે જેઓ રંગથી બચવા ઘરના બાથરૂમમાં છુપાઈ જતા હોય કે પછી હોળી પહેલા જ બે-ત્રણ દિવસ માટે સિટી બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી દેતા હોય છે. વળી, કેટલાક તો ઘરના ને કહી દેતા હોય છે કે કોઈ રંગવા આવે તો હું ઘરમાં નથી કહી દેવાનું. તો આ 25મી માર્ચ ધૂળેટી નિમિત્તે રંગવાથી બચવા સુરતીઓ બીજી કઈ કઈ તરકીબો અજમાવે છે તે ચાલો આપણે અહીં જાણીએ…
રંગોથી છે પરહેજ, નહીં રંગાવાના બહાના છે ફેન્ટાસ્ટિક
By
Posted on