Vadodara

યુ.પી ની છોકરીને વડોદરા બોલાવનાર છોકરાએ ફોન ન ઉપાડતા અભયમે છોકરીને સલામત વતન પહોંચાડવામાં મદદ કરી

એક ત્રાહિત અજાણી વ્યક્તિ દ્વારા અભયમ ટીમને ફોન કરી મદદ માંગતા જણાવ્યું હતું કે, એક અજાણી છોકરી ઉત્તર પ્રદેશ થી વડોદરા આવી છે અને અહીં કોઇને ઓળખતી નથી જેથી અભયમની ટીમ આપેલા સરનામે પહોંચી હતી જ્યાં પૂછપરછ કરતાં છોકરી કોઇ છોકરાના પરિચયમાં સોશિયલ મિડિયાના માધ્યમથી આવી હતી છોકરાએ તેને વડોદરા બોલાવી હતી પરંતુ જ્યારે છોકરી વડોદરા પહોંચી ત્યારે બોલાવનાર છોકરાએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતાં છોકરી અજાણ્યા શહેરમાં અટવાઇ હતી અભયમ ટીમે પણ છોકરાનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. પિડિતાનુ કાઉન્સિલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, છોકરી ભણવા જતી નથી અને ઘરે રહેવા છતાં તેને ઘરકામ કરવું પણ ગમતું નહોતું જેથી ઘરકામ બાબતે ઘરના લોકો બોલતા હોવાથી, લડતાં હોવાથી એક છોકરાના બોલાવવાથી તે ટ્રેનમાં ટિકિટ વગર ઉત્તર પ્રદેશ થી વડોદરા આવી પહોંચી હતી અહીં તેના મામા રહેતા હોવાનું પરંતુ તેઓનો કોઇ કોન્ટેક્ટ નંબર કે સરનામું ન હોવાનું જણાવતા અભયમની ટીમે છોકરીને તેના મમ્મીનો નંબર ખબર હોય ત્યાં સંપર્ક કર્યો હતો જ્યાંથી છોકરીના મમીએ વડોદરામાં રહેતા તેમના ભાઇનો નંબર આપ્યો હતો અને દીકરીને લેવા માટે આવવાનું જણાવ્યું હતું જ્યારે છોકરીના મામા લેવા માટે આવ્યા ત્યારે તેમને છોકરી સાથે પ્રેમથી વર્તન કરવા ,અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા સમજાવ્યા હતા સાથે જ આ રીતે એકલા નીકળવામાં કોઇ વ્યક્તિ ખોટો ગેરલાભ ઉઠાવી શકે તે બાબતની સમજ આપી પરિજનોને દીકરી સોંપી હતી.

Most Popular

To Top