Vadodara

યુવતીને રૂ.1.65 લાખમાં વેચી દઈ લગ્ન કરાવી ગોંધી રાખવાના ગુનામાં આઠ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ ઝીરો નંબરથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઇ હતી*

(પ્રતિનિધિ) વડોદરા તા.18

પોતાના માસીના ઘરે નવસારી ખાતે રહી સુરતમાં કામ કરતી યુવતીને સહકર્મી મહિલા સાથે પરિચય થતાં તેણી વડોદરા આવી હતી જ્યાં પરિચિત મહિલાએ એક છોકરા સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ યુવતીને ફાવતું ન હોય પોતાની માતાને વાત કરી હતી.nસમગ્ર મામલે માતાએ સુરત વરાછા પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીને રૂ.1.65 લાખમાં વેચી દઈ જબરજસ્તી લગ્ન કરાવી દીધા હોવાના તથા તેના પતિ અને સાસરિયાઓ ગોંધી રાખી પતિ દ્વારા મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધતા હોવાના ગુનામાં સમગ્ર ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ટ્રાન્સફર કરાઇ હતી આ કેસમાં તમામ આઠ આરોપીઓ જામીન પર મુક્ત હતા. આ કેસમાં પાંચમા એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા તમામને નિર્દોષ છોડી મૂકવાનો હૂકમ કર્યો છે.

ભોગ બનનાર 21 વર્ષીય ફરિયાદી પોતાની માતા અને ભાઈ સાથે રહે છે. બનાવ સમયે તેણી પોતાની માસીના ઘરે નવસારી ખાતે રહી સુરત હીરા ઉદ્યોગમાં કામ કરતી હતી. જ્યાં કામગીરી દરમિયાન મહિલા સહ કર્મી સાથે પરિચય થયો હતો.યુવતી માતાના માનસિક ત્રાસથી તેણી દક્ષાબેન સાથે વડોદરા આવી હતી જ્યાં યુવતીને લગ્ન અંગે પુછતાં યુવતીએ સારું પાત્ર મળે તો લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જેથી સહકર્મીએ સંગીતાબેન ઉદિત કુમાર કશ્યપ જેઓ સુરત ખાતે રહેતા હતા તેઓને જણાવેલ અને છોકરો રાજુભાઇ વીરાભાઇ બેલા રહે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખીરસરા ગામના ને બતાવતા યુવતીએ રાજીખુશીથી તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ યુવતીને સાસરીમાં ફાવતું ન હોય પોતાની માતાને વાત કરી હતી જેથી માતાએ સુરત કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી કોર્ટે યુવતીને કોર્ટમાં હાજર કરી હતી વરાછા સુરત પોલીસ સ્ટેશનમાં પોતાને સંતાડી રાખી હોવાની ફરિયાદ ઝીરો નંબરથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી હતી તા.0103-2021 થી 21-06-2021 દરમિયાન બનેલા ગુનામાં તા.23-06-2021 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી જેમાં આક્ષેપ મુજબ દક્ષાબેન , મનિષ ચંદુભાઈ પરમાર રહે.ધનિયાવીરોડ, તરસાલી,,રોકી ભરતભાઇ પટેલ રહે.બિલ ગામ તથા તરસાલી આદર્શનગરમા રહેતા મહેબૂબ ખાન ઉર્ફે મોહંમદ ચાચા પઠાણનાઓએ લખમણ ભારતી ઉર્ફે લખમણ ગોસ્વામી રહે દેવભૂમિ દ્વારકાના તથા સંગીતાબેન કશ્યપ મારફતે રૂ.1.65 લાખમાં અગાઉથી નક્કી કરેલ કાવતરાં મુજબ ભોગ બનનાર ને નહીં ગમતા યુવક રાજુભાઇ વીરાભાઇ બેલા સાથે લગ્ન કરાવ્યા હતા જ્યાં રાજુભાઇ તેના ખીરસરા ગામે ભોગ બનનાર ને ગોંધી રાખી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યાના ગુનામાં સંગીતાબેન કશ્યપ,મનિષ ચંદુભાઈ પરમાર,મહેબૂબખાન ઉર્ફે મોહંમદ ચાચા પઠાણ, લખમણભાઇ ઉર્ફે લાખાબાપુ નારાયણભાઇ ગોસ્વામી, વીરાભાઇ પીઠાભાઇ બેલા, રાજુભાઇ વીરાભાઇ બેલા ,રોકી ભરતભાઇ પટેલ તથા દક્ષાબેન કિશન રામચંદ્ર માખીજાની નાઓની અલગ અલગ તારીખે અટકાયત કરવામાં આવી હતી અને તપાસ હાથ ધરાઇ હતી આ કેસમાં તમામ આઠ આરોપીઓનો તા.25-06-2021,27-06-2021,04-05-2022તથા 14-01-2022 ના રોજ જામીન પર છુટકારો થયો હતો. આ કેસમાં પાંચમા એડિશનલ સેશન્સ જજ ની કોર્ટમાં આરોપીઓના એડવોકેટ એ.એન.ગઢવી તથા એસ.જી.મલેકે સમગ્ર મામલે ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાની રજૂઆત સાથે પૂરાવાઓ રજૂ કરતાં કોર્ટે શિક્ષાપત્ર ગુનામાં ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ની કલમ 235(1) અનન્વયે નિર્દોષ છોડી મૂકવાનો હૂકમ તા.07-08-2025ના રોજ કર્યો છે સાથે જ જામીન મુક્ત તમામના જમાનતખત અને જાત મુચરકા રદ્ કરવાનો હૂકમ કર્યો છે.અપીલ થાય તેવા સંજોગોમાં એપેલેટ કોર્ટ સમક્ષ હાજર રહેવા ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ 437(એ) ની જોગવાઇ અનન્વયે દરેક આરોપીએ રૂ.10,000ના જામીન તથા તેટલી જ રકમના સદ્ધર જામીન કોર્ટમાં આપવાનો હૂકમ કર્યો છે.

Most Popular

To Top