Vadodara

યુનિ.ના વિદેશી વિદ્યાર્થીઓનો નશામાં ધુત થઇ યુવક યુવતીઓ પર હુમલો..

નિમેટા પાસે ગરબા રમીને જતા યુવક યુવતીઓને આંતરી પથ્થરો પણ છુટ્યાં માર્યાં..

પ્રતિનિધિ વડોદરા તા.13

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનાં ગુંડાગીરીનો વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે વિદેશી વિદ્યાર્થીઓ ચિક્કાર નશો કરેલી હાલતમાં નિમેટા પાસે રોડ પર પથ્થરોની આડસ મુકી ગરબા રમીને આવતા કારમાં લોકોને આંતર્યા હતા ત્યારબાદ તેઓ પર હોકી, લાકડી અને પાઇપ સહિતના હથિયારોથી હુમલો કરી વાહનોમાં નુક્સાન પહોંચાડ્યું હતું. પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી વિદેશી વિદ્યાર્થી નશામાં ધુત હોય તેમ છતા સુરક્ષિત સ્થળ પર લઇ ગઇ હતી. ઘવાઇ ગયેલા લોકોને સારવાર માટે પારૂલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જોકે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નહી નોંધાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

પારુલ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને લઇને યુનિવર્સિટી વારંવાર કોઇને કોઇ વિવાદમાં આવતી રહેતી હોય છે. પારૂલ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ પીજી તરીકે આસપાસની સોસયટીમાં રહેતા હોય છે. ત્યારે ગઇ કાલે 12 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે પારૂલ યુનિ.નો પાપુઆ ન્યુગીનીના વિદેશી વિદ્યાર્થીઓએ ચિક્કાર નશો કરેલી હાલતમાં નિમેટા પાસે વ્રજ સોસાયટીમાં અંદરો અંદર ઝઘડતા હતા ત્યારબાદ તેઓ ઝઘડતા ઝઘડતા રોડ પર આવી ગયા હતા. તેઓ નશામાં ધુત હોય રોડ પર પથ્થરોની આડાશ કરી ગરબામાંથી પરત જતા યુવક યુવતીઓને આતર્યા હતા અને હોકી લાકડી પાઇપો સહિતના હથિયાર વડે યુવકો પર હુમલો કરી વાહનો મૂકી ભાગ્યા હતા. કેટલીક યુવતીઓ જીવ બચાવવા માટે ભાગતા વિદેશી વિદ્યાર્થીઓ તેમની પાછળ દોડ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનોનો હતો. જોકે યુવતીઓ પાસેની સોસાયટીમાં પહોંચી જતા ત્યાં યુવકોએ વિદેશી વિદ્યાર્થીઓને પ્રતિકાર કરતા ત્યાથી ભાગી ગયા હતા. ઉપરાંત કાર અને બાઈકોને વિદેશી વિદ્યાર્થીઓએ પથ્થરો નુક્સાન બોલાવી દીધો હતો. જીવ બચાવી ભાગેલા અન્ય યુવકોના ગામના લોકોને જાણ કરતા રાત્રિના લગભગ પોણા ચાર વાગ્યાની આસપાસ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જોકે ત્યાં સુધી વિદેશી વિદ્યાર્થીઓએ વાહનોને ખૂબ મોટું નુકસાન પહોંચાડયું હતું પરંતુ લોકોનું ટોળું આવતું જોતા ભાગી ગયા હતા. ઘટનાની જાણ મંદિર પાસે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ વ્રજ સોસાયટીમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓને ગાડીમાં બેસાડી સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા. જેથી વિદ્યાર્થીઓ લોકોના રોષનો ભોગ બનતા અટકી ગયા હતા. બીજી તરફ આઠ જેટલા ઘાયલ યુવાનોને સારવાર અર્થે પારુલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વાઘોડિયા પોલીસ મથકે ગ્રામજનોના ટોળેટોળા એકઠા થયા હતા. વહેલી સવારે બનેલી ઘટના બાદ વાઘોડિયા પોલીસે ઘાયલ થયેલા લોકોને નિવેદન લેવાના શરૂ કર્યા હતા. જોકે હજુ સુધી વાઘોડિયા પોલીસ નહી નોંધાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top