Vadodara

મ્યુ. કાઉન્સિલર મહાવીર સિંહ રાજપુરોહિતના “જનસેવા કાર્યાલય” ખાતે “મન કી બાત” કાર્યક્રમ યોજાયો

વોર્ડ 2 ખાતે મ્યુ. કાઉન્સિલર શ્રી મહાવીર સિંહ રાજપુરોહિતના “જનસેવા કાર્યાલય” ખાતે બુથ નંબર 162 માં 124મી “મન કી બાત” કાર્યક્રમ કરવામાં આવ્યું. તે પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા. તે પ્રસંગે વોર્ડ નંબર 2 ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાહુલજી, સંગઠનના કાર્યકર્તાઓ, બૂથ નંબર 162 ના પ્રમુખ રાજદીપસિંહ ઝાલા તથા બુથ ના વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મ્યુ કાઉન્સિલર મહાવીરસિંહ દ્વારા સંચાલિત “સનાતન સંસ્થાન” દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ચાણક્ય પ્રાથમિક શાળાના 300 બાળકોને નોટબુક આપવાનું સંકલ્પ કર્યો. તેના અંતર્ગત આજે રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના હસ્તે પાંચ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી.. અને સાથે 70 વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો ને આયુષ્માન વય વંદના કાર્ડ એનાયત કરાયાં

Most Popular

To Top