Vadodara

મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો, મોત નિપજ્યું

અકોટા–દાંડિયા બજાર બ્રિજ પર વિચિત્ર અકસ્માત

પ્રતિનિધિ) વડોદરા | તા. 23

વડોદરાના અકોટા–દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે એક વિચિત્ર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્ટંટ કરવાની ખતરનાક હરકતમાં એક યુવકે મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી પૂર ઝડપે બાઈક હંકારતા નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, યુવક મોડી રાત્રે અકોટા–દાંડિયા બજાર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને બાઈક ચલાવવાનું જોખમી સ્ટંટ કર્યું હતું. થોડી જ વારમાં બાઈક પરથી નિયંત્રણ છૂટી જતા બાઈક અકસ્માતગ્રસ્ત બની હતી અને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

બનાવની જાણ થતાં આસપાસ હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા યુવકને સારવાર માટે સરકારી એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
બનાવને પગલે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સાથે જ મૃતક યુવકની ઓળખ, અકસ્માતના ચોક્કસ કારણો તથા ઘટનાની સંપૂર્ણ વિગતો જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવે ફરી એકવાર જોખમી સ્ટંટ અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગના ગંભીર પરિણામો સામે આવ્યા છે.

Most Popular

To Top