Savli

મોડા કેમ આવ્યા એમ કહી સાવલીમાં MGVCLના લાઇનમેન પર પાવડાથી હુમલો

વડોદરા: સાવલીના પરથમપુરા ગામે MGVCLના લાઇનમેન એસ.એન.પરમાર પર ડ્યુટી દરમિયાન જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. લાઇનમેન એસ.એન.પરમાર ગામમાં વીજ લાઈન બદલવાના કામે ગયા હતા ત્યારે સ્થાનિક વિજય પરમાર નામના શખ્સે ‘મોડા કેમ આવ્યા’ કહી તેમના પર પાવડાથી હુમલો કર્યો હતો.આ હુમલામાં એસ.એન. પરમારને આંખ નજીક ગંભીર ઈજા પહોંચી અને તેઓ જીવ બચાવીને સ્થળેથી ભાગી નીકળ્યા હતા.હુમલાની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાને પગલે વીજ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે અને કર્મચારીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Most Popular

To Top