કોઈપણ ક્ષેત્રની મોટી કંપનીઓ જે કંપનીઓની જીવા દોરી ખરેખર નાના વેપારીઓ જ છે એ જ શાખ અને ક્રેડિટ ખરાબ કરવાનું કામ એ જ મોટી કંપનીઓ કરતી રહે છે. એ પછી એફએમસી હોય ટેલીકોમ હોય કે પછી ઓટોમોબાઇલ કંપનીઓ હોય તેમના નાના વેપારીઓને એકદમ ઓછા નફે ધંધો કરવા માટે મજબૂર બનાવે છે અને પોતે ઈચ્છે એ પ્રોડક્ટ વેચવા માટે દબાણ બનાવે છેજેમ કે આજ કાલ તેમાં jio ની વાત કરું તો દરેક રિટેલરને રૂ.299 વાળું રિચાર્જ ન કરવા માટે મજબૂર બનાવે છે અને દરેક રિટેલર ગ્રાહકને રૂ.349 વાળું રિચાર્જ કરવા પ્રેરે એવું દબાણ બનાવે છે ન માનનાર રિટેલરનાં ડેમો કાર્ડ બંધ કરી દે છે. જેથી તે રિચાર્જ કરી શકતો નથી, અને પરિણામે ડિસ્ટ્રીબ્યુટર, asm, gsm ને હાથ પગ જોડતો ફરે છે. આપણે ત્યાં નાના વેપારીઓના એસોસિયેશન ગ્રુપો ધીરેધીરે રાજનીતિએ બંધ કરી દીધા અત્યારે નાના વેપારીઓ ઈચ્છે તો પણ એક થઈ શકે તેમ નથી.
સુરત – ગુમાન ગિરીશ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.